માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત
Morbi Today

વાંકાનેરના વીશીપરામાં ગાળો બોલવાની ના કહેનારા યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE

















વાંકાનેરના વીશીપરામાં ગાળો બોલવાની ના કહેનારા યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરના વીશીપરા પ્રાથમીક શાળા પાસે  આવેલ રામાપીરના મંદીર પાસે ઉભેલ યુવાને અગાઉ ગાળો બોલવાની ના કહી હતી જે બાબતનો ખાર રાખીને બે શ્ખ્સોએ ધોકા વડે તેને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છ

વાંકાનેરના વીશીપરા પ્રાથમીક શાળા પાસે રહેતા અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયા જાતે.કોળી (ઉ.વ.૨૨) એ હાલમાં શંકર હકાભાઇ જીંજવાડીયા અને સંજય નાગજી જીંજવાડીયા રહે. બન્ને વાંકાનેર વીશીપરા વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વીશીપરા રામજીમંદીર પાસે રોડ ઉપર તેને આરોપી શંકર સાથે ગઈ તા.૨૩/૦૮ ના રોજ ગાળો બોલવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખી ગઇકાલે પોણા બારેક વાગ્યે તે રામાપીરના મંદીર પાસે ઉભેલ હતો ત્યારે આરોપીઓએ આવીને ગાળો આપી હતી અને શંકરે માથામાં કપાળના ભાગે ધોકા વતી એક ઘા મારી ફુટ જેવી ઇજા કરી હતી તેમજ આરોપી સંજયે ધોકા વતી શરીરે આડેધડ મારમારી મુંઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 




Latest News