વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં રહેતા વૃદ્ધ માતાની વાજતે ગાજતે અંતિમ યાત્રાની ઈચ્છા પૂરી કરતી છ દીકરી


SHARE









મોરબીના વાઘપરામાં રહેતા વૃદ્ધ માતાની વાજતે ગાજતે અંતિમ યાત્રાની ઈચ્છા પૂરી કરતી છ દીકરી

વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે મોરબીમાં ૭૦ વર્ષની ઉમરે કુદરતી રીતે જ અવશાન પામેલા માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરીઓએ બેન્ડ વાજા સાથે માતાની અંતિમ યાત્રા કાઢી હતી અને પાપા પગલીથી પગભર કરવા સુધીમાં જેનું શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન હોય છે તે માતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ મઠો પ્રસંગ લાગે છે જો કે, આ અહેવાલની સાથે મુકવામાં આવેલી તસ્વીરોમાં બેન્ડ વાજા સાથે ડાઘુઓને જોઇને તમે પણ વિચારતા હશો કે, ખુશીનો માહોલ છે કે, ગમનો... માટે તમને જણાવી દઈએ કે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા જયાબેન માધુભાઇ પરમાર જાતે સતાવરા (૭૦) નું કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા દરમ્યાન બેન્ડ વાજા વાળા આવીને ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા ત્યારે તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક જયાબેન હયાત હતા ત્યારે તેની છ દીકરીઓ પાસે પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવા માટેની તેમજ તેની દીકરી દ્વારા જ તેને અંતિમ દાહ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી જેથી કરીને માતાને વાજતે ગાજતે છેલ્લી વિદાય આપવામાં આવી હતી અને તેની દીકરીની દીકરી નિધિબેન જગદીશભાઇ પરમાર દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી આમ માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરીઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં શ્રાવણ જેવા દીકરા તો ઠીક પણ દીકરી થાય તેવી આશા રાખવી પણ અતિશયોક્તિ સામન છે પરંતુ માતા-પિતાની ઈચ્છા હયાતીમાં તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવી દીકરીઓ ઘરે ઘરે હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ  નહિ




Latest News