વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચિફ ઓફિસરનો કોને ભોગ લીધો !: ટોક ઓફ ધ ટાઉન


SHARE









મોરબી પાલિકાના ચિફ ઓફિસરનો કોને ભોગ લીધો !: ટોક ઓફ ધ ટાઉન

મોરબી શહેરમાં આવવા માટે અધિકારીઓએ દ્વારા અહિયાં આવવા માટે ઉચ્ચ કક્ષા સુધી ભલામણો કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પોસ્ટિંગ મળે છે તેવી ચર્ચા રાજકીય આગેવાનો અને લોકોમાં થતી હોય છે તે હકકિત છે તેવામાં થોડા મહિના પહેલા જ મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલા અધિકારીની રાજ્ય સરકારે થોડા  સમય પહેલા ૨૦ અધિકારીઓની બદલી કરી તેની સાથે મોરબીના ચીફ ઓફિસરને પણ બદલાવવામાં આવ્યા છે ત્યારે આ બદલીનો મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે અને કયા કારણોસર અધિકારીની બદલી કરવામાં વૈ છે તેની ચર્ચા ઠેરઠેર કરવામાં આવી રહી છે જેમાં ચીફ ઓફિસર દ્વારા પાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોની સતત અવગણના કરવામાં આવતી હતી અને “વહીવટ”ને લઈને પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી જેના ધ્યાને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવા સંભળાઈ રહ્યું છે

રાજ્યના ૨૦ ચીફ ઓફિસરોની થોડા દિવસો પહેલા બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પણ બદલી કરીને હળવદ ખાતે મુકવામાં આવેલ છે જો કે, તે થોડા સમય પહેલા જ મોરબીમાં મૂકવામાં આવ્યા હતા અને તેની અચાનક જ બદલી કરવામાં આવી છે જેથી કેમ તેઓને તાત્કાલિક બદલાવવામાં આવ્યા છે જેથી કરીને અચાનક જ કેમ મોરબી પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે તેની ચર્ચા ઠેરઠેર  કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા અને રાજકીય વર્તુળો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે પાલિકામાં છે ત્યારે પણ શહેરના જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગ કામ, કચરાના ઢગલાના નિકાલ, રજડતા ઢોર સહિતના કામો સમયસર થતાં ના હતા અને લોકો તરફથી ઘણી પ્રાથમીક સુવિધાઓને લાગણી ફરિયાદો આવતી હતી

આટલુ જ પાલિકાના ચૂંટાયેલા ભાજપના મહિલા સભ્યોના પતિ દ્વારા પાલિકામાં પ્રાથમિક સુવિધાઓ માટે મોરચા પણ અગાઉ માંડવામાં આવ્યા હતા તેમજ વર્ષોથી પાલિકામાં જે કમિટી કાર્યરત હતી તેનું અસ્તિત્વ જ નથી તેવું કહીને ચેરમેનને ખાતા વિનાના પ્રધાન જેવી સ્થિતિમાં અધિકારી મૂકી દીધા હતા આ ઉપરાંત ચીફ ઓફિસર દ્વારા પાલિકાના પદાધિકારીઓ અને ચૂંટયેલા સભ્યોની સતત અવગણના કરવામાં આવી રહી હતી જેથી કરીને તેના માટેની પણ મૌખિક રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી તેમજ પાલિકામાં અને રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ઓલ ઓવર “વહીવટ”ને લઈને પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી તેવું લોકો પાસેથી સાંભળવા મળી રહયું છે જો કે, કોઈ પણ અધિકારીની અચાનક બદલી કરવામાં આવે એટ્લે અનેક તર્ક વિતર્ક થાય તે સ્વાભાવિક છે એન કોઈ પણ જગ્યાએ ધુમાડો નીકળે એટ્લે ત્યાં આગ ન લાગી હોય તો કઈ નહીં પરંતુ ચિનગારી છે તે વાતને કોઈ નકારી શકે નહીં આ હકકીત છે




Latest News