રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શિશુ મંદિર દ્વારા નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબી શિશુ મંદિર દ્વારા નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાશે

કોઈપણ ઈમારતને મજબૂત બનાવવા માટે પાયા મજબૂત તથા ઊંડા જોઈએ. વૃક્ષને ધરાદાર તથા વટ વૃક્ષ બનાવવા માટે બીજ સારું જોઈએ. સમાજ રાષ્ટ્ર તથા વિશ્વને સુખી સમૃદ્ધ બનાવવા માટે વ્યક્તિ સારા જોઈએ. સારા વ્યક્તિને જન્મ આપવા માટે માતા પિતાએ સારું બનવું પડે તે નિશ્ચિત છે

પ્રાચીન સમયમાં ભારત પોતાના જ્ઞાન તથા અધ્યાત્મના બળે સમગ્ર વિશ્વને પ્રકાશ આપી જ્ઞાનગુરુ પદ સ્વભાવતો હતો. ભારતનું ગુરુ પદ વિશ્વ પર્યાવરણ તથા પ્રકૃતિને સુખ શાંતિ આપનાર હતું. ભારતે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેના તપ અને અધ્યાત્મના પ્રતાપે ભારત પાસે એવા વ્યક્તિઓનો સમૂહ હતો જેમણે કઠોર સાધના કરી જીવનના રહસ્યો પામી સુખ તથા શાંતિનો માર્ગ પ્રશસ્ત કર્યો. સેકંડો વર્ષોના સંઘર્ષ તથા ગુલામીના સમયમાં આ જ્ઞાન ઘસાતું ગયું અને આજે આપણી જીવનચરિયામાં પશ્ચિમી સંસ્કૃતિ દેખાય છે. આપણા લોકોના જીવનમાં ભૌતિકતા, સ્વાર્થ, સંકોચિતતા, કપટ, કુટિલતા, અસત્ય, અપ્રમાણિકતા, પ્રમાદ વગેરેના પ્રવેશથી આપણું જીવન ઋણ બન્યું છે. સારા આત્માને જન્મ લેવો છે પણ તે યોગ્ય માતા-પિતાની શોધમાં છે.

મોરબીનું સરસ્વતી શિશુમંદિર શિક્ષણના માધ્યમથી ઉમદા માતા-પિતા બનવાની પ્રેરણા આપી તંદુરસ્ત સમાજના નિર્માણની દિશામાં કાર્ય કરે છે, આના માટે સમાજ તથા પરિવાર પ્રબોધનના વિવિધ કાર્યક્રમો વિદ્યાલય દ્વારા થતા રહે છે. આગામી તા ૧૩ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે મોરબી શિશુમંદિર, નવા બસ સ્ટેન્ડ સામે નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં બાળક ઈચ્છુક દંપતી જોડાઈ શકે જેમને આ કાર્યક્રમમાં જોડાવાની જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તેમણે શિશુમંદિરે પોતાના નામ તા ૧૧ ને મંગળવાર સુધીમાં નોંધાવી જવા આયોજકોએ જણાવ્યુ છે




Latest News