ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં નવા ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરાયા


SHARE







મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં નવા ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરાયા

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીને ગણતરીના મહિના જ બાકી છે ત્યારે ચુંટણીમાં મતદારો તેના મતાધિકારનો ઉયોગ કરી શકે તેના માટે ચુંટણી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ ચૂંટણી મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં નવા ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરો થયો હોવાનું અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠકની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે

છેલ્લે વર્ષ ૨૦૧૭ માં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી ત્યાર બાદ જે યુવાનોની ઉમર ૧૮ વર્ષની થઈ ગઈ હોય તેના નામને મતદાર યાદીમાં સમાવેશ કરવા માટેની ચૂંટણી વિભાગ દ્વારા કવાયત કરવામાં આવી હતી અને અહીથી બહાર ગામ ગયેલ મતદારોના નામ કમી કરવા અને બહારથી અહી આવેલ મતદારોના નામ ઉમેરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી દરમ્યાના મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં નવા ૯૨,૨૩૬ મતદારો ઉમેરાયા છે જેમાં મોરબીમાં અગાઉ ૨,૫૫,૯૭૧ મતદારો હતા જો કે, આગામી ચુંટણીમાં ૨,૮૬,૬૮૬ મતદારો મતદાન કરશે તો ટંકારામાં અગાઉ ૨,૨૪,૫૨૧ મતદારો હતા જો કે, આગામી ચુંટણીમાં ૨,૪૯,૪૪૪ મતદારો મતદાન કરશે અને વાંકાનેરમાં અગાઉ ૨,૪૪,૬૦૮ મતદારો હતા અને હવેની ચુંટણીમાં ૨,૮૧,૨૦૫ મતદારો મતદાન કરશે આમ ત્રણેય બેઠકમાં કુલ મળીને ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરો થયો છે વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, મોરબી-માળિયા બેઠકમાં ૧,૪૮,૬૯૫ પુરુષ,,૩૭,૯૮૮ સ્ત્રી અને ૩ અન્ય મતદારો છે તો ટંકારા બેઠકમાં ૧,૨૮,૧૩૧ પુરુષ અને ૧,૨૧,૩૧૩ સ્ત્રી મતદારો છે તેમજ વાંકાનેર બેઠકમાં ૧,૪૫,૨૨૧ પુરુષ,,૩૫,૯૮૩ સ્ત્રી અને ૧ અન્ય મતદાર છે અને જીલ્લાની ત્રણ બેઠક માટે ૪,૨૨,૦૪૭ પુરુષ,,૯૫,૨૮૪ સ્ત્રી અને ૪ અન્ય મતદારો મળીને ૮,૧૭,૩૩૫ મતદારો નોંધાયેલા છે






Latest News