મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની હોટલમાં જામનગરમાંથી ગુમ થયેલ યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીની હોટલમાં જામનગરમાંથી ગુમ થયેલ યુવાને કર્યો આપઘાત

મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલના રૂમમાં બારીના વેન્ટિલેટર સાથે દોરી બાંધીને જામનગરના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજતા તેના ડેડબોડીને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલના રૂમ નંબર ૩૦૫ માં રહેવા માટે આવેલા વિકાસ રાજેન્દ્ર પ્રસાદ (૨૯) રહે. હાલ જામનગર રાજેશ્વર સરસ્વતી સોસાયટી નવાગામ ઘેડ ડાંગરવાડાએ હોટલના રૂમની બારીના વેન્ટિલેટરમાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બનાવ અંગે જે.કે. હોટલના મેનેજર મહેશ ઘનશ્યામભાઈ મહેશ્વરી (૨૯) દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી મોરબી એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક વિકાસભાઈ છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગરથી ગુમ હતો અને તેની જામનગર ખાતે પોલીસ મથકમાં ગુમસુધા નોંધ પણ દાખલ કરવામાં આવી હતી દરમિયાન તે મોરબીની હોટલમાં આવ્યો હતો અને ત્યાં તેને અંતિમ પગલું ભરી લીધું હતું અને આ બનાવની તપાસ કરતાં જયપાલસિંહ ઝાલા સાથે વાત થતા તેને જણાવ્યુ હતું કે, મૃતક વિકાસ રાજેન્દ્ર પ્રસાદ અન્ય રાજ્યનો વતની છે અને તે હાલ જામનગરમાં રહી મજૂરી કામ કરતો હતો તેનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો છે અને તેને બે સંતાન છે અને તેના ઘેર તેમના મકાનનું કામકાજ ચાલુ હોય અને મકાનમાં સીડી બાબતે પત્ની સાથે બોલાચાલી થઈ હતી જેથી માઠું લાગી જતાં તે ઘરેથી છેલ્લા ત્રણ દિવસથી ગુમ થઈ ગયો હતો અને જામનગર બાદ રાજકોટ અને ત્યાંથી મોરબી આવ્યો હતો અને અહીં હોટલમાં તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

ઝેરી અસર થતા સારવારમાં

ટંકારાના ઘુનડા ગામે બંગાવડી રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ છગનભાઈ વાસકેલા નામના ૨૭ વર્ષના મજૂર યુવાનને વાડીમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લીલાપર પાસે આવેલ પેપર મિલના લેબર કવાટરમાં રહેતી ગીતાબેન મુન્નાભાઈ અનુરાગ નામની ૧૮ વર્ષીય મહિલાએ ભુલથી માથામાં નાંખવાની હેરડાઈ પી લેતા તેણીને સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News