મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ સોસાયટી પાસે સ્કૂટરને બાઇક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત


SHARE









મોરબીમાં રાજ સોસાયટી પાસે સ્કૂટરને બાઇક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત

મોરબીના નજર બાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલકને બાઇક ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને સ્કૂટર લઈને જઈ રહેલા આધેડને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી વાવડી વાળી લાઈનમાં રહેતા મયંકભાઇ મનસુખભાઈ સવાડીયા જાતે પ્રજાપતિ કુંભાર (ઉંમર ૩૦)એ અજાણ્યા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૦/૯ ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં મોરબીના નજર બાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટી પાસેથી તેના પિતા સ્કૂટર નંબર જીજે ૩ ડીએલ ૨૨૮૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના પિતાને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મારામારી

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવવામાં સાહિલ ગંગારામ રાઠોડ (ઉંમર ૩૫)  અને મંજુબેન સાહિલ રાઠોડ (ઉંમર ૩૨) ને ઇજાઓ થઈ હોવાથી તે બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી

મારામારી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બાવા અહેમદશા મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટમાં રહેતા સાયરાબેન સલીમભાઈ ચાનિયા (ઉમર ૬૦) ને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરીને કયા કારણોસર વૃદ્ધાને માર મારવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી




Latest News