વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

અણિયારી ચોકડીથી મોરબી આવતા યુવાનનો રસ્તાના ખાડાએ ભોગ લીધો


SHARE









અણિયારી ચોકડીથી મોરબી આવતા યુવાનનો રસ્તાના ખાડાએ ભોગ લીધો

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો યુવાન અણિયારી ચોકડી પાસેથી બાઇક લઈને મોરબી પરત આવી રહ્યો હતો ત્યારે મોરબીના ગાળા ગામથી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ આવેલ છે તેના ઉપરથી પસાર થતા સમયે રસ્તા વચ્ચે ખાડા આવતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણા કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ગઇકાલે રાત્રિનાં સમયે મોરબીના ગાળા ગામથી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ ઉપર પડેલા ખાડાએ આશા સ્પદ યુવાનનો ભોગ લીધેલ છે અને છાતીમાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અકસ્માતના આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો નિલેષભાઈ થોભણભાઇ હમીરપરા (૪૨) અણિયારી ચોકડી પાસે વાહન મૂકવા માટે ગયો હતો અને ત્યાંથી વાહન મૂકીને પરત મોરબી આવી રહ્યો હતો ત્યારે અક્સમાતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે એક નહીં પરંતુ અનેક વખત મોરબીના ગાળા ગામથી જેતપર તરફ જવા માટેના આ પુલને રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બેદરકાર અધિકારીઓ અને બેજવાબદાર નેતાઓના કારણે આ પુલનું રીપેરીંગ કામ આજની તારીખે થયેલ નથી અને જર્જરીત પુલ ઉપરથી જીવના જોખમે લોકો પોતાના વાહન લઈને અવરજવર કરતા હોય છે તે હકીકત છે દરમિયાન આજે આશાસ્પદ યુવાનનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યુ છે હજુ આગામી દિવસોમાં આવી જ રીતે કેટલા લોકોના મૃત્યુ નિપજે તેની રાહ તંત્ર દ્વારા જોવાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે




Latest News