મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ


SHARE









મોરબીના સ્વ. ઓ.આર.પટેલને પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરાઇ

મોરબીના સ્વ. ઓ.આર.પટેલ આ નામ જ પૂરતું છે, જે તેઓના જીવન અને કવનનો પડઘો પાડે છે. દેશ-વિદેશમાં ઘડિયાળ ક્રાંતિથી પ્રખ્યાત ઓ.આર.પટેલ કેન્દ્ર સરકારનાં અભિયાનને સાથ આપવા માટે જળક્રાંતિ કરી, લક્ષ્મી સ્વરૂપા દીકરીઓને ભણતર અને ગણતરરૂપી ભાથું બંધાવીને જીવન ક્રાંતિ કરી આપી છે મોરબીની વી.સી.હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષક ઓ.આર.પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે અને સંપૂર્ણપણે મહિલાઓથી જ ચાલતાં ઉદ્યોગનો શુભારંભ કર્યો હતી શિસ્ત, સંયમ, શ્રદ્ધાના પથ પર કદમ મૂકીને તેઓએ અન્યોને જીવનલક્ષી વ્યવહારું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમનો અવાજનો રણકો જ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનતુ સ્વભાવનું પ્રતિબિંબ પાડતો હતો. આજના દિવસે આદરણીય કેળવણીકાર અને સમાજનિષ્ઠ વ્યક્તિત્વ ઓ.આર.પટેલ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સાદર ભાવાંજલિ અર્પીએ - તેમણે સ્થાપેલા કાર્યનિષ્ઠાનાં પથ પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો.




Latest News