મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી


SHARE









મોરબી પાલિકના ચીફ ઓફિસરે સબ રજીસ્ટ્રારને ફટકારી નોટિસ: ફોજદારી કરવાની ચેતવણી

મોરબીમાં સરકારના નિયમનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને બાંધકામ કરવામાં આવે છે અને બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ વગરના ફ્લેટ, મકાન દુકાન કે અન્ય કોઈપણ મિલ્કતોના દસ્તાવેજો કરી આપવામાં આવે છે જેથી લોકો બિલ્ડરોની છેતરપિંડીનો ભોગ ન બને તે માટે મોરબીના ચીફ ઓફિસર દ્વારા સબ રજિસ્ટ્રારને નોટિસ ફટકારીને આવી મિલકતોના દસ્તાવેજ કરવાની પ્રવૃત્તિ બંધ કરવા જણાવ્યુ છે અને તેમાં ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે

ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ-૨૦૨૨ વટહુકમ અન્વયે શહેરી વિસ્તારમાં ઓનલાઇન કે ઓફલાઈન બાંધકામ મંજૂરી ન હોય અને કંપ્લીશન સર્ટિફિકેટ ન હોય તેવી રહેણાંક, વાણિજ્ય કે અન્ય કોઈપણ મિલ્કતના દસ્તાવેજ નોંધણી ઉપર પ્રતિબંધ લાદયો છે તો પણ મોરબીમાં સબ રજીસ્ટ્રાર દ્વારા ત્રણથી ચાર દિવસથી ગેરકાયદે બાંધકામોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે અને આ બાબત ચીફ ઓફિસરના ધ્યાને આવી છે જેથી તેને સબ રજીસ્ટ્રારને લેખિત નોટિસ ફટકારી છે.

હાલમાં જે નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, “આપના દ્વારા ગુજરાત ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ -૨૦૨૨ વટહુકમનું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને સરકારની સપષ્ટ સૂચના હોવા છતાં આપની કચેરી દ્વારા આવા ગેરકાયદે બાંધકામોને સ્વ ઘોષણા પત્રક લઈને નોંધણી કરવામાં આવે છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા ૧/૧૦/૨૨ ની સ્થિતિએ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની યોજનાની અમલવારી કરવામાં મોરબીમાં અંતરાયો ઉભા થવાની શક્યતા છે અને યોજનાની યોગ્ય અમલવારી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવાનો ખતરો છે.




Latest News