મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા અપાયા ત્રણ એવોર્ડ


SHARE









મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા અપાયા ત્રણ એવોર્ડ

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાકાર ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા યોજવામાં આવી હતી અને તેની સાથોસાથ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે તેઓએ ગાય માતાને શુદ્ધ ઘીમાંથી બનાવેલ ૭૨ ટન સુખડી આપવાનો સંકલ્પ કર્યો હતો અને તેમણે ૧૦૮ ટન સુખડી મોરબી પાંજરાપોળ સહિતની ગૌશાળામાં આપી હતી જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એવોર્ડ આપવામાં આવેલ છે આવી જ રીતે કથા તો ગુજરાત અને ભારતમાં ઘણી જગ્યાએ કરવામાં આવે છે જો કે, કાંતિભાઈના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૭૨૦ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેથી કરીને આ પણ રેકોર્ડ બની ગયેલ છે જેથી કરીને કથાના પટાંગણમાં એક દિવસમા ૭૨૦ લોકોએ રકતદાન કરતાં તેના પણે કાંતિભાઈ અમૃતિયાને એવોર્ડ આપવામાં આવેલ છે અને ખાસ વાત એ છે કે તેમના પરિવારમાંથી કોરોનામાં કોઈનું અવસાન થયું ન હતું તો પણ મોરબી પંથકમાં જે લોકોના પરિવારજનોના કોરોનાના લીધે અવસાન થયા હોય તે દિવંગત આત્માઓના મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત કથા બેસાડી હતી અને ૭૫૬ દિવંગતોનું પૂજન કર્યું હતું જેથી કરીને તેનું ત્રીજો એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આમ કુલ મળીને કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા ત્રણ એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે




Latest News