મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલની ત્રણ દિવસમાં ૧૦ હજારથી વધુ લોકો ઉમટ્યા


SHARE









મોરબીમાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલની ત્રણ દિવસમાં ૧૦ હજારથી વધુ લોકો ઉમટ્યા

ભારતમાં માત્ર જે જ ઝૂલતા પુલ છે જેમાંનો એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ છે અને આ પુલ છેલ્લા ઘણા મહિનાથી બંધ હતો જો કે, આજે નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને શરૂ કરવામાં આવેલ હતી અને માત્ર ત્રણ દિવસમાં ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામડા સહિતના વિસ્તારમાંથી ઝૂલતા પુલ ઉપર ૧૦ હજારથી વધુ લોકો આવ્યા હતા

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે જો કે, પુલની જવાબદારી જયારે ટ્રસ્ટને આપવામાં આવી હતી ત્યારે આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેથી કરીને આજે નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે

આ જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને ઝૂલતા પુલને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે અને આગામી ૧૫ વર્ષ સુધી મેન્ટેનન્સ અને રીપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને પાલિકા અને સરકાર દ્વારા સોંપમાં આવી છે આજે આ પુલ ખુલ્લો મૂકવામાં આવતાની સાથે જ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસમાં આ પુલ ઉપર ૧૦ હજાર કરતાં વધુ લોકોએ ઝૂલતા પુલની મુલાકત લીધી હતી

અત્રે ઉલેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી બાદમાં છેલ્લા ઘણા વર્ષથી આ પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવી છે અને હાલમાં રજાના દિવસો હોવાથી લોકોને મોરબીમાં ફરવા જેવુ કોઈ સ્થળ ન હોવાથી આ પુલ હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

હાલમાં જે ટ્રસ્ટને ઝુલતા પુલની જવાબદારી પાલિકા અને સરકાર દ્વારા આપવામાં આવી છે તેના દ્વારા પુલને સારી રીતે રીપેર કરી આપવામાં આવેલ છે જો કે, મોરબીના નગરજનો સહિતના સહેલાણીઓ આ પુલને પોતાની પ્રોપર્ટી સમજીને વાપરશે તો તેનો લાંબા સમય સુધી મોરબીના લોકો તેમજ સહેલાણીઓને લાભ મળશે તે હક્કિત છે નહિ તો આગું જે રીતે આ પુલ ઉપર ઠેરઠેર પતરાની પ્લેટો તૂટી ગયેલ હતી તેવી જ પરિસ્થિતી પછી ઊભી થશે તે નિશ્ચિત છે




Latest News