મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત
SHARE
મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત
મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી મચ્છુ નદીના પટમાં નીચે પટકાતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારના આઠેક વાગ્યે પહેલા કોઈ પણ સમયે મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપરથી મચ્છુ નદીના પટમાં નીચે કોઈ અજાણ્યો યુવાન પટકાયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ માથા અને શરીર ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતું અને યુવાનનો મૃતદેહ ત્યાં પડ્યો હોવા અંગેની જાણ મહેન્દ્રભાઈ રોડ પાસે લીલા નારિયલ વેચવાનો ધંધો કરતા રૂડાભાઈ રાજુભાઈ ભુવા જાતે કોળી (ઉમર ૪૮) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને કરતા પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરી છે