વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા ૧૦ મહિનાના બાળકનું મોત
SHARE
વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા ૧૦ મહિનાના બાળકનું મોત
વાંકાનેર તાલુકાની હદમાં આવતા માટેલ રોડ ઉપર કારખાનામાં ૧૦ મહિનાના બાળકને લોડર ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મૃતક બાળકની માતાએ લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના પરબતપુરા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં આવતા માટેલ રોડ ઉપર સનરાઈઝ મિનરલ્સ નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ખેલસિંગ ભાભર જાતે આદિવાસી અને તેના પત્ની રાધાબેન ભાભર કારખાનામાં કામ કરતાં હતા ત્યાં તેના ૧૦ મહિનાના દીકરા કાર્તિકને સુવડાવ્યો હતો ત્યારે ટ્રેક્ટર લોડર નંબર જીજે ૩૬ એસ ૨૭૫૭ ના ચાલક મકના અનસિંગ માવીએ તેને હડફેટે લીધો હતો જેથી કરીને કાર્તિકને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને કાર્તિકની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે