મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો
મોરબીમાં દર ૨૧ વર્ષે સર્જાય છે. કરૂણાંતીકા : ૧૯૭૯ માં પુર, ૨૦૦૧ માં ભૂકંપ અને ૨૦૨૨ માં ઝૂલતા પુલ તુટવાની ભયંકર દુર્ઘટના
SHARE
સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી રચાઇ
મોરબીમાં બીજા મચ્છુ જળ હોનારત સમાન બનેલી આ ઘટના અંગે સરકાર દ્વારા બનેલ બનાવની તપાસ અર્થે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવેલ છે.જેમાં રાજકુમાર બેનીવાલ (આઇએએસ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર), કે એમ પટેલ (ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ-ગાંધીનગર), ડૉ.ગોપાલ ટાંક (એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ-અમદાવાદ), સંદીપ વસાવા (સચિવ માર્ગ અને મકાન વિભાગ) અને સુભાષ ત્રિવેદી (આઈજી સીઆઈડી ક્રાઈમ) નો સમાવેશ થાય છે.ઢેલડીનગર કે જેનું હાલમાં મોરબી જેનું નામ છે.મોરબી શહેરમાં દર ૨૧ વર્ષે કુદરત કોપાયમાન થાય છે.જેમા ૧૯૭૯ માં પુર, ૨૦૦૧ માં ભૂકંપ અને ૨૦૨૨ માં ઝૂલતા પુલ તુટવાની ભયંકર દુર્ગંધટના. કેટલું દુ:ખ આપવું છે ભગવાને..? મોરબી શહેરને માટે ખમેયા કરો ભગવાન તેવું લોકોના મુખે જાણવા મળેલ છે.મોરબી શહેરના મણીમંદિર નજીક મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો છે.જેના કારણે પુલ પર રહેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટના બાદ મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને મોરબી પહોંચ્યા હતા. અહીં તેઓએ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.
હાલ સમગ્ર ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી, મંત્રીશ્ બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.મોરબી ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલિફોન (૦૨૮૨૨) ૨૪૩૩૦૦ ઉપર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે.જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૪૩ વર્ષ અગાઉ સર્જાયેલી હોનારતે કુદરતી આપદાઓએ આ શહેરને સ્મશાનભૂમિ બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોજારા દિવસે જીવન રૂપી જળે મોરબીવાસીઓનાં જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે.









