મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ
Breaking news
Morbi Today

હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં


SHARE





હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં

હળવદના પ્રતાપગઢ ગામે રહેતી મહિલાના છૂટાછેડા થઈ ગયા બાદ તેનો પૂર્વ પતિ મહિલાના ઘરે આવ્યો હતો અને મહિલાને સાથે લઈ જવાનું કહ્યું હતુ ત્યારે તે મહિલાના ભાભી સહિતના પરિવારજનોએ મહિલાને તેની સાથે  મોકલવાની ના પડી હતી જેથી ઉશકેરાઈ ગયેલા મહિલાના પૂર્વ પતિએ તેના સસરા ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ગળાની જમણી બાજુએ છરીનો ઘા મારીને ગંભીર ઇજા કરી હતી બીજો ઘા મારવા જતો હતો ત્યારે મહિલાના ભાભી વચ્ચે પડ્યા હતા જેથી તેઓને હાથની હથેળીમાં છરી વડે ઇજા કરી હતી આટલું નહીં મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાની ભાભીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પૂર્વ પતિની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના પ્રતાપગઢ ગામે રહેતા ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચા (39)હાલમાં તેની નણંદના પૂર્વ પતિ જસમતભાઈ જગમાલભાઈ કુણપરા રહે. તગડી તાલુકો ધાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના નણંદ ગીતાબેનના લગ્ન આરોપી જસમતભાઈ સાથે થયા હતા અને તેઓના છુટાછેડા થઈ ગયા હોવા છતાં પણ આરોપી જસમતભાઈ ગીતાબેનને તેડવા માટે થઈને તેઓના ઘરે આવ્યા હતા ત્યારે ફરિયાદી અને સાહેદોએ આરોપી સાથે ગીતાબેનને મોકલવાની ના પાડી હતી જેથી જસમતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી મહિલાના સસરા લક્ષ્મણભાઈને મારી નાખવાના ઇરાદે તેઓના ગળાના ભાગે છરી વડે હુમલો કરીને ગળાની જમણી બાજુએ ગંભીર ઈજા કરી હતી દરમિયાન છરીનો બીજો ઘા કરે તે પહેલા ફરિયાદીએ વચ્ચે પડતાં તેને ડાબા હાથની હથેળીમાં છરી વડે ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેદોને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઉજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ગાડી પલટી મારી જતાં ઇજા

સાયલા તાલુકાના રાતકડી ગામે રહેતા કંચનબેન રમેશભાઈ મકવાણા નામના મહિલા ગાડીમાં બેસીને સાયલાથી ચોટીલા ગામ તરફ જઈ રહ્યા હતા દરમિયાન સાયલા નજીક સીએનજીના પંપ પાસે અજાણી ગાડીના ચાલાકે કંચનબેન જે ગાડીમાં બેઠા હતા તે ગાડીને ઠોકર મારી હતી જેથી ગાડી પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં કંચનબેનને ઇજાહોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News