મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ !


SHARE









પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ !

મોરબી જીલ્લાના માળીયા મિંયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો હતો.બાદમાં ભાગવા જતા યુવાન ઉપર બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ઘવાયેલ યુવાનને રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો.બાદ જુની બોલાચાલીનો રોષ રાખી હુમલો કરાયો હોવાની ચાર સામે ફરીયાદ નોંધાવાયેલ છે.

મળતી માહિતી અનુસાર, ઈમરાન અબ્બાસભાઈ માલાણી (ઉંમર વર્ષ ૧૮) અને ઈદ્રીશ યાસીનભાઈ માલાણી (ઉંમર વર્ષ ૩૦) રહે. બંને જખરીયા વાંઢ વિસ્તાર માળીયા મિંયાણા, જીલ્લો મોરબી નામના બે યુવાનો મોબાઇલ રીપેર કરાવવા માળીયા આવ્યા હતા.તેઓ તા.૨ ના રોજ સાંજે સાત વાગ્યા આસપાસ માળીયાથી પરત જખરીયા વાંઢ તરફ જતા હતા ત્યારે વાડી વિસ્તારમાં ગુલાબ જેડા, દિનમહંમદ જેડા તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી બંદૂક વડે ફાયરિંગ કરેલ અને માર માર્યો હતો.બંનેને ઈજા થતાં સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જેમાં ઇમરાનને ફાયરિંગથી પગમાં ઈજા થઈ હોય વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો.સુત્રોના જણાવ્યા મુજબ બંને યુવાનો માળીયાથી પોતાના ઘર તરફ જતા હતા.ત્યારે આરોપીઓ કારમાં આવ્યા હતા.પ્રથમ બાઈક સાથે પાછળથી કાર અથડાવી હતી.પછી કાર ઊભી રાખીને કારમાંથી ઉતરીને બંને યુવાનોને પાઇપ વડે માર માર્યો હતો.અને ઇજાગ્રસ્તો મારથી બચવા ખેતર તરફ ભાગવા જતા તેમના ઉપર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું.જેમાં ઇમરાનને પગમાં છરા લાગી ગયા હતા.ઇજાગ્રસ્તના પરિવારજનોના જણાવ્યા મુજબ બે મહિના પહેલા લગ્ન પ્રસંગે સામાવાળા સાથે ઇજાગ્રસ્તોને સામાન્ય બોલાચાલી થયેલ હતી.તેનો ખાર રાખીને હાલનો હુમલો કરવામાં આવ્યો હતો.

હાલ માળિયા પોલીસ સ્ટેશન ખાતે ઇદ્રીશભાઈ જાકમભાઈ માલાણી મિંયાણા (૩૦) રહે.માળીયા મીંયાણા જખરીયા વાંઢ વાળાએ સામેવાળા પૈકીના દિનમામદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ અમરૂદિન જેડા અને ઝાકીર આમદ જેડા રહે.બધા જખરીયા વાંઢ માળીયા મીંયાણા તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.જે અંગે આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જેની તપાસ માળિયા પોલીસના તકના પીઆઇ આર એસ પટેલ ચલાવી રહ્યા હોવાનું જાણવામાં મળેલ છે.  #morbi #મોરબી 

 

 




Latest News