મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે


SHARE









ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે

ટંકારાના ઘુનડા (સ) ગામેની સીમાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાયર ચોરીની ફરિયાદ આપી હતી જે ગુણનો પોલીસે ભેદ ઉકેલી નાખેલ છે અને હાલમાં ચોરાઉ વાયર સહિત કુલ મળીને 82,600 ના મુદામાલ સાથે એક આરોપીને પકડવામાં આવેલ છે અને બીજા ચાર વ્યક્તિના નામ સામે આવેલ હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ટંકારાના ઘુનડા (સ) ગામે રહેતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (45)એ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઘુનડા (સ) ગામની સીમમાં ઢબુકીયુ તરીકે ઓળખાતા તળાવમાંથી પાણી ખેંચવા માટે ઈલેક્ટ્રીક મોટર તેઓ દ્વારા મૂકવામાં આવી હતી અને તે ઇલેક્ટ્રીક મોટરના કોપર વાયર 150 ફૂટ જેનો વજન 20 કિલો થાય છે તે 6,000 રૂપિયાની કિંમતના કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે હાલમાં આરોપી મહાવીરભાઈ મનોજભાઈ રાઠોડ રહે. મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આઠ ઓરડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 6,600 ની કિંમતનો કોપર વાયર તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ બાઈક, રીક્ષા અને મોબાઈલ આમ કુલ મળીને 82,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડાયેલા આરોપી પાસેથી વિપુલ આનંદભાઈ આમરોણીયા રહે. રાજકોટ, ડાડા અને મામા નામના બે શખ્સો રહે. બંને રાજકોટ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર આમ કુલ ચાર વ્યક્તિઓના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.




Latest News