મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે ૧૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જેથી કરીને આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર અને મેનજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડીવિઝન પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ ઝૂલતા પુલ મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર તા.૩૦ ના રોજ સાંજના ૬:૩૦ કલાકના અરસામાં તુટી જતા આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હતી અત્રે ઉલેખનીય છે કે, આ ફરિયાદ નોંધાઈ ત્યારે પણ નદીમાંથી ડેડ બોડી બહાર કાઢવામાં આવી રહી હતી જેથી કરીને અત્યાર સુધી મૃત્યુનો આંક વધીને ૧૩૨ થઈ ગયેલ છે આ કેસની તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

મોરબી બાર એસો.નો સ્નેહમિલન કાર્યક્રમ રદ
 
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુ:ખદ દુર્ઘટનાને અનુલક્ષીને મોરબી બાર એસોસિયેશનનુ તા.૧-૧૧ ના રોજ રાખેલ સ્નેહ મીલનનો કાર્યક્રમ સંજોગ વસાત રદ રાખવામાં આવેલ છે.જેની તમામ વકીલોને મોરબી બાર એસોસિયેશન દ્રારા જાણ કરવામાં આવેલ 



Latest News