મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

હળવદના સુખપર નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE







હળવદના સુપર નજીક ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાતાં યુવાનનું મોત

માળીયા ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુપર ગામના પુલ પાસેથી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ટ્રેક્ટરની આડે ગાય આવતા તેણે ટ્રેક્ટરને બ્રેક કરી હતી દરમિયાન પાછળના ભાગમાં આવી રહેલા બાઈકનો ચાલક ટ્રેક્ટરની પાછળ અથડાયો હતો જેથી બાઇક ચાલકને કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજા થઈ હોય તેને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં નલિયા ટીબા વિસ્તારના રહેવાસી પ્રવીણભાઈ બાબુભાઈ મકવાણા (39) નામનો યુવાન બાઈક લઈને માળિયા ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુપર ગામના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રેક્ટરની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને કપાળ અને નાકના ભાગે ગંભી ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની અનિલભાઈ કૈલાશભાઈ દેવદા (26) રહે. ધનાળા તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે અનિલભાઈ દેવદા પોતાનું ટ્રેક્ટર નંબર એમ.પી. 69 1946 લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગે પ્રવીણભાઈ તેનું બાઇક નંબર જીજે 12 ઇબી 3931 લઈને આવી રહ્યા હતા અને ટ્રેક્ટરની આડે ગાય આવતા ટ્રેક્ટરને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલા પ્રવીણભાઈ બાઈક સાથે ટ્રેક્ટરની પાછળ અથડાતા તેઓને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News