મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે રોડ સાઈડની જાળીમાં બાઇક અથડાતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના ચંદ્રપુર પાસે રોડ સાઈડની જાળીમાં બાઇક અથડાતાં યુવાનનું મોત

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ દરગાહ નજીક સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રોડ સાઈડમાં લગાવેલ જાળી સાથે તેનું બાઈક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

મૂળ રાજસ્થાનના ફતેહપુરાનો રહેવાસી અને હાલમાં વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતો અને કડિયા કામ કરતો અજયકુમાર મધુરમ વર્મા (30) નામનો યુવાન પોતાનું બાઈક નંબર આરજે 23 કે 9038 લઈને વાંકાનેરથી શેખરડી ગામ તરફ જવાના રસ્તા ઉપર કામ અર્થે બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ચંદ્રપુર પાસે આવેલ દરગાહ નજીક રોડ સાઈડમાં સર્વિસ રોડ ઉપર લગાવવામાં આવેલ જાળી સાથે તેનું બાઈક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં અજયકુમાર વર્માને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ વિજય મધુરમ વર્મા (23) રહે. હાલ ફતેહપુર રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News