મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત

ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામની સીમમાં પેટ્રોલ પંપ પાસેથી વૃદ્ધ પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારાના ખાખરા ગામે રહેતા ભરતભાઈ દેવજીભાઈ જખાણીયા (32) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે 10 ડી ક્યૂ 3376 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામની સીમમાં પેટ્રોલ પંપ સામેથી તેઓના પિતા દેવજીભાઈ નરસીભાઈ જખાણીયા (59) પોતાનું બાઈક નંબર જીજે 3 એફએલ 7804 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી બાઈક ચાલકે તેઓના બાઈકને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો જે બનાવની અંદર ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News