મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE









ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ

ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડી પાસે પાકીટની ચોરી કરી હોવાની શંકા રાખીને યુવાનને માથામાં બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકની ફરિયાદ લઈને પોલીસે નામ જોગ હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ તાલુકાના રતનપર ગામે રહેતા અશોકસિંહ હનુભા ઝાલા (40) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે.મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની વાડીએ મજૂરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસાએ આરોપીનું પાકીટ ચોરી કર્યું હોવાની શંકા વહેમ રાખીને આરોપીએ રવિભાઈને માથામાં તથા શરીરને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં વાડીના માલિકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા  (ઉ.વ.૪૨) રહે.મોરબી વિસીપરા કુલીનગર ૧ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે ઉલેખનીય છે કે, યુવાનની હત્યા કરનારા આરોપીએ યુવાનને માર માર્યા બાદ તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યારે ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને હત્યાના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાણીબેન ગોવિંદભાઈ પરમાર (35) નામના મહિલાને વાસંગી દાદાના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News