મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત હળવદમાં ચરાડવા પાસે બાઈક સ્લીપ થતા માથા-શરીરે ઇજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે પડી ગયા બાદ બેભાન થઈ ગયેલ મહિલાનું સારવારમાં મોત વાંકાનેરમાં ચા બનાવવાની બાબતે પતિએ પત્નીને માર માર્યો ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી ટંકારા ના બંગાવડી ગામે ઝાડની ડાળી ઉપરથી નીચે પડતા હતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ઝૂલતા પુલની દુર્ઘટનામાં અધિકારી-પદાધિકારીઓની ઉડીને આંખે વળગે તેવી અક્ષમ્ય બેદરકારી: ૧૩૪ લોકોના મોત માટે જવાબદાર કોણ ?


SHARE











ઝૂલતા પુલની દુર્ઘટનામાં અધિકારી-પદાધિકારીઓની ઉડીને આંખે વળગે તેવી અક્ષમ્ય બેદરકારી: ૧૩૪ લોકોના મોત માટે જવાબદાર કોણ ?

૧૩૪ લોકોનો ભોગ કેમ લેવાયો ?: જો મોરબીમાં સરકારે હરવા ફરવાના નવા સ્થળ ડેવલપ કર્યા હતો તો ન બની હોત ઝૂલતા પુલની દુર્ઘટના

મોરબીની મચ્છુ નદી ઉપર ૧૪૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલ જુલતો પુલ છેલ્લા વર્ષોથી લાખો કરોડો લોકોને ત્યાં હરવા ફરવા માટેનું એક સ્થળ સમાન બની ગયો હતો જોકે આ જુલતો પુલ રવિવારની સાંજે ધડાકાભેર તૂટી પડ્યો ત્યારે ૧૩૪ લોકો માટે મોતનું કારણ અને અનેક લોકોને ઈજા પહોંચાડનાર બની ગયો છે તેના પાછળ જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે અને અને આટલું જ નહીં આ બનાવ બનવા પાછળ મુખ્ય કારણ ક્યું ? તે પણ સવાલ હાલમાં મોરબીમાં ચર્ચા રહ્યો છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ મોરબીમાં વર્ષોથી ભાજપનું શાસન છે અને સરકાર પણ ભાજપની હોવા છતાં મોરબીની આસપાસમાં અને શહેરમાં કોઈ હરવા ફરવા માટેનું સ્થળ ડેવલપ કરવામાં આવેલ નથી જેથી કરીને એકમાત્ર ઝૂલતો પુલ જે વર્ષોથી લોકોને હરવા ફરવાના સ્થળ તરીકે જોતા હતા તે ખુલ્લો મુકવામાં આવતા હજારોની સંખ્યામાં લોકો પાંચ દિવસમાં આ ઝુલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવ્યા હતા અને જો વૈકલ્પિક અન્ય વ્યવસ્થાઓ હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત તેવી પણ ચર્ચાઓ મોરબીના લોકોમાં થઈ રહી છે. 

મોરબી કે જેને વર્ષોથી પેરિસ કહેવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લા વર્ષોમાં જે સીરામીક ઉદ્યોગનો વિકાસ થયો છે તેના કારણે આજે દેશ અને વિદેશમાં સીરામીક સીટી તરીકે પણ મોરબી જાણીતું બન્યું છે સરકારને મોરબીના ઉદ્યોગિક એકમોમાંથી કરોડો રૂપિયાના ટેક્સની આવક છે તો પણ મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં સારા રોડ રસ્તા કે પ્રાથમિક સુવિધા નથી તે તો હકીકત છે જ કારણ કે દર વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે જ્યારે બજેટ જાહેર કરવામાં આવે ત્યારે ઉદ્યોગના આગેવાનો દ્વારા સારી પ્રાથમિક સુવિધા રોડ રસ્તા પાણીની જ માંગણી કરવામાં આવતી હોય છે તે તો જગ જાહેર વસ્તુ છે. 

પરંતુ વાત કરીએ જો લોકો માટેની તો વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આપતા મોરબી શહેરની અંદર આજની તારીખે સરકાર દ્વારા હરવા ફરવા માટેના લોકોના આનંદ પ્રમોદ માટેના કોઈ નવા સ્થળ ડેવલપ કરવા માંગ્યા નથી જેના કારણે લોકો પાસે હરવા ફરવા માટેના માત્ર બે જ સ્થળ હતા જેમાનું એક મણીમંદિર અને બીજું ઝૂલતો પુલ હતા તેમાંથી મણી મંદિર છેલ્લા ઘણા વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યું છે અને જુલતો પુલ પણ ઓરેવા ટ્રસ્ટને સોંપવામાં આવ્યા બાદ રીપેરીંગ કામ માટે છ મહિનાથી બંધ હતો અને તેનું રીપેરીંગ કામ પૂર્ણ થતા ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા આ જુલતા પુલને બેસતા વર્ષથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેથી મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લાઓમાંથી મોરબીમાં રહેતા કુટુંબીજનો અને  પરિવારના લોકો પાસે આવેલા મહેમાનો પણ આ જુલતા પુલ ઉપર બેસતા વર્ષથી લઈને છઠના દિવસે સાંજના સાડા  છ વાગ્યા સુધી હરતા ફરતા જોવા મળ્યા હતા. 

મોરબીમાં માત્ર ચારથી પાંચ દિવસના ટૂંકા ગાળાની અંદર લગભગ ૧૪ હજાર કરતા વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લઈને પોતાના પરિવારજનો સાથે ત્યાં આનંદ પ્રમોદ કર્યો હતો. આટલું જ નહીં યાદગાર ક્ષણોને કચકળે કંડારવા માટે અનેક લોકોએ વિડીયો બનાવ્યા હતા, સેલ્ફી ફોટા પાડ્યા હતા પરંતુ રવિવારની સાંજે સાડા છ વાગ્યે જે જુલતો પુલ તૂટવાનો ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ જે ફોટાઓ અને જે વિડીયો વાયરલ થયા તે ભલભલાના શરીરમાંથી કમપારી છોડાવી દે તેવા હતા કારણ કે અંદાજે ૪૦૦ જેટલા લોકો જ્યારે ઝૂલતા પુલ ઉપર પોતાના પરિવાર સાથે હતા ત્યારે અચાનક જ ધડાકાભેર પુલ તૂટી પડ્યો હતો અને તેના કારણે બ્રિજ ઉપર જેટલા પણ લોકો હતા તેમાં બાળકો સગર્ભા મહિલાઓ મહિલાઓ વૃદ્ધો યુવક યુવતીઓ સહિત તમામ લોકો નદીના પટમાં અને નદીના પાણીની અંદર પડ્યા હતા અને રિબાઈ રિબાઈને મોતને ભેટ્યા હતા આ દુર્ઘટનાના કારણે ૧૩૪ લોકોના સત્તાવાર રીતે અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે જોકે હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ૧૩૪ લોકોના મોત માટે જવાબદાર કોણ ? અને મુખ્ય કયું કારણ જવાબદાર છે ? 

મોરબીના લોકોમાં થતી ચર્ચા મુજબ મોરબીની આસપાસમાં સરકારે કોઈ નવા સ્થળ છેલ્લા વર્ષોમાં ડેવલપ કર્યા નથી કે જ્યાં લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે જઈ શકે જેથી કરીને મોરબીમાં એકમાત્ર ઝુલતોપુલ હતો કે જ્યાં લોકો પોતાના પરિવાર સાથે હરવા ફરવા માટે જઈ શકે અને બહારગામથી કોઈ મહેમાન આવ્યા હોય તો તેને પણ સાથે ત્યાં એક જ સ્થળ ઉપર હરવા ફરવા લઈ જઈ શકે તેવી વ્યવસ્થા મોરબીમાં હતી વર્ષોથી ભાજપનું શાસન મોરબીમાં છે અને સરકાર પણ ભાજપની છે તેમ છતાં પણ મોરબીની આસપાસમાં કોઈ જગ્યાએ ફરવા ફરવાના નવા સ્થળ ડેવલપ કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી નથી અને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી તેમાંથી દર વર્ષે રોડ રસ્તા લાઈટ પાણીના રૂટિન કામ કરીને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા છે જો કે શું કામ કરવામાં આવ્યું છે તે લોકો જાણે જ છે.

.પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે આ દુર્ઘટના પાછળ ક્યાંકને ક્યાંક સરકાર સીધી જવાબદાર ગણી શકાય તેમ છે કેમકે આટલા વર્ષો પછી પણ મોરબી જેવા સમૃદ્ધ શહેરની અંદર કોઈ હરવા ફરવાના નવા સ્થળ અત્યાર સુધી છેલ્લા વર્ષોમાં આવેલા કલેક્ટર કે તેની સાથે નીચે આવેલા અન્ય અધિકારીઓ ડેવલોપ કરી શક્યા નથી જેના કારણે આજની તારીખે પણ ગત રવિવાર સાંજ સુધી મોરબીના લોકો માટે એક જ સ્થળ હરવા ફરવાનું હતું જે હતું ઝૂલતો પુલ અને હવે તે પણ નથી ત્યારે સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે કે કરોડોનો ટેક્સ આપતા મોરબીના લોકો માટે હરવા ફરવાના સ્થળ શા માટે ડેવલોપ કરવામાં આવ્યા નથી. આ બેદરકારી દાખવનારા અધિકારી સામે શું પીએમ કે સીએમ દ્વારા કોઈ પગલા લેવામાં આવશે ?






Latest News