મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસે ફરીયાદ બાદ તાબડતોબ નવ લોકોને પકડી કાર્યવાહી શરૂ કરી
SHARE
મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસે ફરીયાદ બાદ તાબડતોબ નવ લોકોને પકડી કાર્યવાહી શરૂ કરી
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે અંદાજે ૮૦ જેટલા પુરુષો ૭૦ જેટલી મહિલાઓ અને ૫૫ થી વધુ બાળકોના મોત નીપજ્યા છે અને આમ અંદાજે ૧૫૦ જેટલી માનવ જિંદગીઓ મોતના ખપરમાં ચાલી ગઈ છે તેના પગલે પોલીસ તંત્ર દ્વારા જુલતા પુલનું સંચાલન કરતા લોકો અને જુલતા પુલનું મેન્ટેનન્સ કરનારાઓ સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધી હતી અને તાબડતોબ ગણતરીના કલાકોમાં નવ લોકોને હસ્તગત કરવામાં આવ્યા હોવાનું અને તે અંગ પકડાયેલા લોકોની તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
મોરબીના ઝુલતાપુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સહિતનાઓ મોરબી દોડી આવ્યા હતા અને પોલીસ વિભાગને તાબડતો જવાબદારો સામે ફરિયાદ નોંધવા માટે સૂચના કરી હતી અને જેને પગલે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી બનીને જુલતાપુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતાપુરનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના પગલે હાલમાં પોલીસ તંત્ર દ્વારા જે નવ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૪) રહે.મોરબી અને દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.૪૧) રહે.મોરબી કે જે બંને મેનેજર તરીકેની કામગીરી સંભાળતા હતા તેમની અને ટીકીટ કલેક્શન કરનાર મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.૫૯) રહે.મોરબી અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે.મોરબી તેમજ પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૧) રહે.ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) અને મુકેશભાઈ દક્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) નો સમાવેશ થાય છે.
અવસાન થયેલ હોય તેમના પરિવારજનો માટે ભોજન પહોંચાડવા માટે સંપર્ક કરવો
ઉપરોક્ત ગોઝારી ઘટનાના પગલે અનેક લોકોના ઘેર ચીચીયારીઓ અને કીકીયારીઓ થઈ ગઈ છે ત્યારે કોણ કોને પૂછે તેવી સ્થિતિ છે.દરમિયાનમાં સેવાભાવીઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે.જેમાં સંસ્થા દ્વારા જે ઘરે અવસાન થયેલ હોય તેવા પરિવારના લોકોને માટે સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે અને તેના માટે નંબર અને નામ જાહેર કરીને મદદ માટે જાણ કરવાનું સૂચવવામાં આવ્યું છે.જીતુભાઈ કોટક (મો.૯૯૦૪૭ ૩૧૨૩૫), રોનકભાઈ કારીયા (મો.૯૮૭૯૮ ૩૪૦૩૪), અમિતભાઈ ગણાત્રા (મો.૯૮૨૫૨ ૨૫૩૫૭) તેમજ દરેક પ્રકારની માનવસેવા માટે ગીરીશભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦ ૮૨૪૬૮), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮), પરેશભાઈ કાનાબાર (મો.૯૮૭૯૫ ૯૨૮૦૦), તેજશભાઈ બારા (મો.૯૬૮૭૮ ૯૯૪૯૯), નૈમિષભાઈ પંડિત (મો. ૯૮૨૫૬ ૫૫૨૫૫), જીતુભાઈ સોમૈયા (મો.૯૪૨૮૨ ૬૪૪૦૪), પ્રતિકભાઈ રાચ્છ (મો. ૯૫૬૯૨ ૭૭૭૭) અથવા વિરલભાઈ બુધ્ધદેવ (મો.૯૮૨૫૨ ૨૩૧૭૨) નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.