મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસ ફરીયાદ બાદ તાબડતોબ નવની ધરપકડ સાંજે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરાશે


SHARE





મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસ ફરીયાદ બાદ તાબડતોબ નવની ધરપકડ સાંજે રીમાંડ માટે કોર્ટમાં રજૂ કરાશે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે અંદાજે ૮૦ જેટલા પુરુષો ૭૦ જેટલી મહિલાઓ અને ૫૫ થી વધુ બાળકોના મોત નીપજ્યા છે અને આમ અંદાજે ૧૫૦ જેટલી માનવ જિંદગીઓ મોતના ખપરમાં ચાલી ગઈ છે તેના પગલે પોલીસ તંત્ર દ્વારા જુલતા પુલનું સંચાલન કરતા લોકો અને જુલતા પુલનું મેન્ટેનન્સ કરનારાઓ સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધી હતી અને તાબડતોબ ગણતરીના કલાકોમાં નવ લોકોને હસ્તગત કરવામાં આવ્યા હોવાનું અને તે અંગ પકડાયેલા લોકોની તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.તેમજ સાંજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કારણ કે જે કોઈ વ્યક્તિઓ આ બ્રિજનું સંચાલન કરનાર સંસ્થા તરીકે અને બ્રિજનું રીપેરીંગ કામ કરનાર સંસ્થા તરીકે જોડાયેલા છે તે લોકોનો આમાં શું રોલ છે..? તેની ચકાસણી કરવા માટે રિમાન્ડ માગવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હાલ ડીવાયએસપી કેડરના અધિકારી દ્વારા આ સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબીના ઝુલતાપુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સહિતનાઓ મોરબી દોડી આવ્યા હતા અને પોલીસ વિભાગને તાબડતો જવાબદારો સામે ફરિયાદ નોંધવા માટે સૂચના કરી હતી અને જેને પગલે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી બનીને જુલતાપુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતાપુરનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના પગલે હાલમાં પોલીસ તંત્ર દ્વારા જે નવ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે તેમાં દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (ઉ.વ.૪૪) રહે.મોરબી અને દિનેશભાઈ મહાસુખરાય દવે (ઉ.વ.૪૧) રહે.મોરબી કે જે બંને મેનેજર તરીકેની કામગીરી સંભાળતા હતા તેમની અને ટીકીટ કલેક્શન કરનાર મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.૫૯) રહે.મોરબી અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે.મોરબી તેમજ પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૩૧) રહે.ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૨૫) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.૩૩) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) અને મુકેશભાઈ દક્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) રહે.દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) નો સમાવેશ થાય છે.




Latest News