મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી લાશો નિકલવાનો સિલસિલો થમ્યો, હજુ પણ રેસક્યું ચાલુ: લોકો માટે રાહતના સમાચાર


SHARE









મોરબીની મચ્છુ નદીમાંથી લાશો નિકલવાનો સિલસિલો થમ્યો, હજુ પણ રેસક્યું ચાલુ: લોકો માટે રાહતના સમાચાર

મોરબીની મચ્છુ નદીમાંથી રવિવારે સાંજના સમયે ઝુલતોપુલ તૂટી પડ્યા ત્યાર બાદ એક પછી એક લાશ નીકળવાનો સિલસિલો ચાલુ હતો અને ક્રમશઃ સોમવારે સવારના સમય સુધી આ મચ્છુ નદીમાંથી લોકોની લાખો નીકળતી હતી અને ધીમે ધીમે કરતાં મૃત્યુ આંક ૧૩૪ સુધી પહોંચ્યો છે અને મોરબીના લોકો માટે એટલા રાહતના સમાચાર કહી શકાય કે ગઈકાલે બપોર પછીથી લઈને આજે મંગળવારે સવારના ૧૦ વાગ્યા સુધી મોરબીની મચ્છુ નદીમાંથી વધુ નવો એક પણ મૃતદેહ મળી આવ્યો નથી.

મોરબીની મચ્છુ નદી ઉપર બાંધવામાં આવેલ ઝુલતોપુલ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો અને રવિવારે બપોર પછી પુલ ઉપર આનંદ કિલ્લોલ કરી રહેલા પરિવારોની કીકીયારીઓથી આ મચ્છુ નદીનો ઝૂલતો પુલ ગુંજી ઉઠ્યા હતા ઘણા લોકોએ મચ્છુ નદીના પાણીમાં પડી જવાના કારણે પોતાના રિબાઈ રિબાઈને જીવ દીધા છે તે નગ્ન સત્ય છે પરંતુ મોરબી વાસીઓ માટે સારા સમાચાર એ ગણી શકાય તેમ છે કે રવિવારે સાંજથી જે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા જુદી જુદી સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને બચાવવા હતી કામગીરી શરૂ કરવામાં આવી હતી તેના ભાગરૂપે ઘણા બધા લોકોના જીવ બચાવવામાં આવ્યા છે તેમ છતાં પણ કમ નસીબે આ ગોઝારી દુર્ઘટનાની અંદર ૧૩૪ લોકોના સત્તાવાર રીતે અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ કોઈ વ્યક્તિની ડેડબોડી જો મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગઈ હોય તો તેને શોધવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે.

જોકે મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર એ ગણી શકાય તેમ છે કે સોમવારે સવારે એક બે બોડી મચ્છુ નદીમાંથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સોમવાર બપોરથી લઈને આજે મંગળવારના સવારના ૧૦ વાગ્યા સુધી ફાયરની ટીમો દ્વારા સતત મળતું નદીના પાણીને ખોડવામાં આવી રહ્યું છે અને જો કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબેલ હોય તો તેની બોડીને શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સોમવારે બપોર બાદથી લઈને અત્યાર સુધીમાં નવો એક પણ મૃત દેહ નદીના પાણીમાંથી મળી આવ્યો નથી જેથી કરીને હવે કદાચ નદીના પાણીમાં કોઈ ડૂબેલું ન હોય તેવી શક્યતા સેવાય રહી છે.

મોરબીની મચ્છુ નદીમાં હાલમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરતા જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોરબી હળવદ દ્વારકા ખંભાળિયા જામનગર ગોંડલ ભેરાવળ અમરેલી સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ ભુજ ભચાઉ અને વડોદરા સહિતના સેન્ટરો માંથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે અને ફાયરના ૧૬૦ કરતાં વધુ જવાનો દ્વારા હાલમાં મચ્છુ નદીમાં ડૂબી ગયેલ વ્યક્તિઓને શોધવા માટેની સતત કામગીરી કરવામાં આવી રહી છે આટલું જ રહી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવી રહ્યા હોય તેવો મોરબીમાં તૂટી પડેલ ઝુલતો પુલ, મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા લોકોની મુલાકાત કરવાના છે અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બનાવવામાં આવેલ કંટ્રોલરૂમમાં જવાબદાર અધિકારીઓ સાથે મીટીંગ પણ કરવાના છે જેથી કરીને તે કામગીરી માટે પણ કેટલાક ફાયરના સ્ટાફને પ્રોટોકોલ મુજબ ક્યાં મૂકવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.






Latest News