મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી દુર્ઘટનાના દોષીતો પૈકી કોઇ મોટુ માથુ છટકી ન જાય તે માટે તપાસ કમિટીમાં હાઇકોર્ટના જજને નિમવા જોઇએ : રાજસ્થાન સીએમ અશોક ગહેલોત


SHARE





મોરબી દુર્ઘટનાના દોષીતો પૈકી કોઇ મોટુ માથુ છટકી ન જાય તે માટે તપાસ કમિટીમાં હાઇકોર્ટના જજને નિમવા જોઇએ : રાજસ્થાન સીએમ અશોક ગહેલોત

મોરબીમાં બનેલી ગોજારી જુલતા પુલ દુર્ઘટનાના પગલે કોંગ્રેસના વરિષ્ટ આગેવાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મોરબીની મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલ ખાતે, બનાવ સ્થળ ખાતે અને ભોગ બનેલ પરિવારોને મળીને તેમને સાંતવના પાઠવી હતી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેમજ આ ઘટનાના માટે જે કોઈ જવાબદાર છે તેમાં તે પૈકી માત્ર નાના માછલાઓ જ નહીં પરંતુ ખરા મગજમચ્છો સામે પણ સરખી જ કાર્યવાહી થાય તે માટે નિમાયેલી તપાસ સમિતિમાં હાઇકોર્ટના નિવૃત્ત જજને પણ સમાવવા જોઈએ તેવી ટકોર તેઓએ કરી હતી.

વધુમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મૃતકોને ચાર ચાર લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા બે બે લાખ આપવાની વાત કરવામાં આવી છે પરંતુ જોઈએ તો ઘટનાના પગલે ખરેખર મૃતકોને ૧૦-૧૦ લાખ જેવી રકમની સહાય સરકાર દ્વારા આપવામાં આવી જોઈ અને ત્યારબાદ પીએમ રીલીફ ફંડમાંથી રૂપિયા પાંચ લાખની સહાય આપવી જોઈએ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નિર્દોષ લોકોનો આમાં કોઈપણ વાંક હતો જ નહીં સ્થાનીક સરકાર અને વહીવટી તંત્ર તેમજ જે તે ટ્રસ્ટ કે તે પુલનું સંચાલન કરતા લોકોની બેદરકારીનો આ લોકો ભોગ બન્યા છે માટે હાલમાં સરકાર દ્વારા જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેમાં કોઈ મોટી વ્યક્તિ-મોટું માથું છટકી ન જાય તે માટે નિવૃત્ત જજની નિમણૂક કરવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.

અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે સ્થાનિક લોકોએ જેવી રીતે બચાવ કામગીરીમાં સહાય કરી છે એ ધન્યવાદને પાત્ર છે. ઓથોરીટિએ ધ્યાન રાખવા જેવું હતું કે જ્યાં સુધી ટેકનીકલ મંજુરી નથી આપવામાં આવી અને તે દરમિયાનમાં જે આ મનસ્વી રીતે પુલ ચાલુ કરી દેવામાં આવ્યો અને એને પગલે આ બનાવ બન્યો હોય જે કોઈ લોકો આમાં ખરા જવાબદાર હોય તેના સામે સીટ દ્વારા કડક સાથે કામ કરવું જોઈએ.વધુમાં તેમણે કહ્યું હુતું કે સીટ (તપાસ સમિતી) થી શું ફેર પડવાનો છે..? તપાસ કમિટીની રચના થઈ છે તેને નિર્ધારિત સમય આપવો જોઈએ અને હાઇકોર્ટના કોઈ જજનો સમાવેશ આ કમિટીમાં કરવો જોઈએ. જેથી દરેક અને સાચા રિપોર્ટ બહાર આવી શકે આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ દુર્ઘટનામાં સરકાર અને કોન્ટ્રાક્ટ કંપની બંને જવાબદાર છે તેમણે એવું જણાવ્યું હતું કે કંપનીએ રૂપિયા કમાવવાની લાલચમાં પૂલ બની ગયા બાદ તેનું ટેસ્ટિંગ કર્યા વગર જ પુલનું ઓપનિંગ કરી દેતા આ દુર્ઘટના સર્જાઈ છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.




Latest News