મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો બન્યાના આઠ વર્ષ પછી પણ નથી અદ્યતન ફાયર સ્ટેશન ! : લોકો જીવે છે રામભરોસે..?


SHARE









મોરબી જિલ્લો બન્યાના આઠ વર્ષ પછી પણ નથી અદ્યતન ફાયર સ્ટેશન ! : લોકો જીવે છે રામભરોસે..?

સિરામિક એસો., પેપર મિલ એસો., સહિતના સંગઠનોએ કરેલ માંગણીનું સૂરસૂરિયું: અગાઉ કોંગ્રેસનાં આગેવાનોએ પણ કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર: સામાકાંઠે ઓદ્યોગીક વિસ્તાર હોવા છતાં પણ નથી ફાયર સ્ટેશનની સુવિધા: ઝડપથી બચાવ કામગીરી માટે ફાયરના સાઘનો પહોચાડવા મુશ્કેલ

મોરબી જીલ્લો બની ગયો તેને આઠ વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી લોકોની સલામતી માટે સારા ફાયર સ્ટેશનની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ટાંચા સાધનો તેમજ બીન અનુભવી સ્ટાફ દ્વારા ફાયરની કામગીરી કરવામાં આવી રહી છે અને તાજેતરમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને બીજા જિલ્લાઓમાંથી મદદ આવી ત્યારે પછી બચાવ રાહતની કામગીરીમાં વેગ આવ્યો હતો જો આ અહિયાં જ સારી સુવિધા કરવામાં આવી હોત તો કદાચ આટલા લોકોના મૃત્યુ થયા ન હોત તે હક્કિત છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યા પછી ફરી પાછો લોકોની સલામતિનો સવાલ ઊભો થયો છે અને પુલ ઉપરથી નીચે પડેલ લોકોને બહાર કાઢવા માટે ટાંચા સાધનોથી લોકો કામ કરતાં હતા અને બીજા જિલ્લામાંથી રાતે મોરબી ફાયર સાધનો આવ્યા પછી લોકોના બોડીને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી જો કે, અહિયાં સારા સાધનો ન હોવાથી ઝડપથી કામ થયું ન હતું તે હક્કિત છે જો કે, હજુ પણ તંત્ર વાહકો ત્યાં ફાયરના વાહનો તાત્કાલિક હતા તેવું કહી રહ્યા છે પરંતુ હક્કિત એ છે કે એકલ દોકલ વાહન અને આંગળીના ટેરવે ગણી શકાય તેટલા લોકો કેટલાને બચાવી શકે તે પણ તપાસનો વિષય છે

મોરબી વાંકાનેર ૮-એ નેશનલ હાઇવેની આસપાસમાં સિરામિકની ૭૦૦થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં સિરામીક ટાઇલ્સનું ૨૪ કલાક પ્રોડકશન ચાલુ હોય છે જેથી કારખાનમાં હેવી ટેમ્પરેચર સાથે ભઠ્ઠીઓ ચાલુ હોય છે જેના કારણે સિરામીક યુનિટમાં ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા રહે છે અને અવારનવાર આગ લાગવાના નાના મોટા બનાવો બનતા હોય છે જેના સમયસર બચાવ કામગીરી ન કરવામાં આવે તો મોટી જાનહાની થવાનું જોખમો રહે છે જેથી મોરબી સિરામિક એસો.નાં વર્ષ ૨૦૧૭ ના પ્રમુખો દ્વારા ત્યારના કલેક્ટરને આવેદનપત્ર આપીને સામાકાંઠે ઔદ્યોગિક વિસ્તારમાં હોવાથી ત્યાં નવું અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જો કે, હજુ સુધી તે બનાવવામાં આવ્યું નથી તે હક્કિત છે

વાંકાનેર તાલુકાની હદમાં આવતા વિસ્તારમાં આવેલ પેપર મિલમાં ભયંકર આગા લાગી હતી અને લગભગ ત્રણ દિવસ સુધી મોરબી, ચોટીલા, ધ્રોલ, રાજકોટ, અમદાવાદ, ગાંધીધામના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કારવામાં આવ્યો હતો તો પણ આગ કાબુમાં આવી ન હતી અને અંદાજે તે કારખાનેદારને ૧૦૦ કરોડથી વધુનું નુકશાન થયું હતું ત્યારે મોરબી પેપર મિલ એસો. દ્વારા આવેદનપત્ર આપીને અધ્યતન ફાયર સ્ટેશન મોરબીમાં બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી ફાયર સ્ટેશન બનેલ નથી

મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ આગા અકસ્માત કે પછી ઝૂલતા પુલ જેવી ઘટના બને ત્યારે વધુ નુકશાન થવા પાછળનું મુખ્યકારણ મોરબી શહેર તથા જીલ્લામાં ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધા છે તેવુ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે આખા જીલ્લામાં ફાયરના માત્ર ત્રણ જ વાહન મોરબી પાલિકા પાસે છે જે શહેરના ટ્રાફિકને ક્રોસ કરીને ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો મોટાભાગનો જાણ માલને નુકશાન થઈ જાય તે નિશ્ચિત છે

મોરબીના વિકાસને જોતાં અહી પાસેરામાં પુણી જેટલી સુવિધા ફાયરની નથી વાંકાનેર પાલિકાનું ફાયરનું કયારે ચાલુ હોય અને કયારે બંધ તે નક્કી હોતું નથી અને હળવદ પાલિકા પાસે ફાયરનું એક વાહન છે તેમજ ટંકારા અને માળીયા તાલુકામાં ફાયરની કોઈ સુવિધા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવી નથી જેથી ફાયરની સુવિધાના નામે ત્યા મીંડું છે માટે કુદરતી કે ક્રુત્રીમ આફતના સમયમાં લોકો લાચાર બની જાય છે અને મોરબી સહિત આસપાસના જીલ્લાઓમાં જ્યાં સુધી ફાયરના કોઇ વાહન સ્થળ ઉપક ન પહોંચે ત્યા સુઘી નજર સામે જાન માલને થતુ નુકશાન જોયા સિવાય બીજો કોઇ રસ્તો લોકો પાસે રહે તો નથી તે હકકીત છે






Latest News