વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આચારસહિંતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર જાહેર


SHARE









મોરબી જીલ્લામાં આચારસહિંતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર જાહેર

આચારસહિંતા અમલીકરણ, ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ છે અને નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકાશે તેમજ આચારસહિંતા અમલીકરણ સંબંધે cVIGIL એપ્લીકેશન પર વિડીયો તથા ફોટો સ્વરૂપે પણ ફરિયાદ કરી શકાશે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર હોઈ આ ચૂંટણીમાં ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે સામાન્ય નાગરીકો cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરીયાદ જિલ્લા ચુંટણી અધિકારી મોરબીને ફરીયાદ મોકલી શકે છે જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વિડીયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઈલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
 

જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store (Android) તથા  app store (iphone) માંથી cVIGIL એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. તથા cVIGIL મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૯૯૨૮૭ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. મોરબી કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ફરિયાદ નિયંત્રણ સેલની (૨૪ x ૭) રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે જેની મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવવામાં આવ્યું  છે.




Latest News