મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ઝૂલતા પુલની દુર્ઘટના માટે પાલિકાના અધિકારી, પદાધિકારીએ અને સભ્યો સીધા જવાબદાર: મોરબી પાલિકાને સુપરસીડ કરવાની માંગ


SHARE













ઝૂલતા પુલની દુર્ઘટના માટે પાલિકાના અધિકારી, પદાધિકારીએ અને સભ્યો સીધા જવાબદાર: મોરબી પાલિકાને સુપરસીડ કરવાની માંગ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેના માટે પાલિકાના સતાધીશો અને સભ્યો જવાબદાર છે તેવો આક્ષેપ મોરબીના જાગૃત મહિલાએ કર્યો છે અને આ દુર્ઘટના માટે શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરીને મોરબી નગરપાલીકાને સુપરસીડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધા પાર્કમાં રહેતા અલ્પાબેન અજયભાઈ કક્કડએ શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને લેખિતમાં રજૂઆત કરીને મોરબીમાં જુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલીકાના સતાધિશો જવાબદાર હોય મોરબી નગરપાલીકાને સુપરસીડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હાલમાં તેને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મચ્છુ નદી પર આવેલ જુલતો પુલ તુટ્યો જેમાં સરકારી આંકડા મુજબ ૧૩૫ લોકો મૃત્યુ પામ્યા છે જેથી જવાબદાર લોકો સામે તાત્કાલીક પગલા લેવામાં આવે તે અનિવાર્ય છે તેમ કહીને જુલતા પુલ દુર્ઘટનામાં મોરબી નગરપાલીકાના સતાધીશો સીધા જવાબદાર છે તેવો આક્ષેપ પણ તેઓએ કર્યો છે

નગરપાલીકા દ્વારા ઓરેવા કંપનીને જુલતા પુલ રીનોવેશન તેમજ સંચાલનની પરવાનગી આપવામાં આવી જે પરવાનગીમાં કાયદાની જોગવાઈઓનુ ઉલંઘન થયુ છે. નગરપાલીકાના જનરલ બોર્ડમાં આ અંગે કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી, માત્ર ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર કરાર કરવામાં આવ્યો છે જે કાયદાની વિરૂધ્ધ છે. પાલીકાના રોજકામમાં આ કરાર અંગે સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવશે તે બાબત નો ઉલ્લેખ છે તેમા નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ ચીફ ઓફીસરની સહી છે પરંતુ તેમના દ્વારા કાયદાની નિયત પ્રક્રિયાનુ પાલન કરવામાં આવ્યું નથી તે દ્રષ્ટિએ પાલિકાના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે તે સાબિત થાય છે.

જુલતા પુલ રીનોવેશન બાદ પાલીકા પાસે વેરીફીકેશન સર્ટીફિકેટ કે એન.ઓ.સી. લીધા વગર ઓરેવા કંપનીએ લોકો માટે જુલતોપુલ ખુલ્લો મુકી દીધેલ છે તેવુ નગરપાલીકાના અધિકારીનુ નિવેદન હતુ જો કે, પાલીકા દ્વારા આ બાબતે કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેમજ જુલતો પુલના લોકો દ્વારા ઉપયોગને અટકાવવામાં આવ્યો નથી જે પાલીકાનાં સતાધીશોની સીધી બેદરકારી સુચવે છે. ઓરેવા કંપની નાં એમ.ડી. જયસુખભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફોરન્સ યોજી જુલતાપુલનુ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ હતુ. ત્યારે પાલિકાના અધિકારી અમને જાણ નથી તેવું નિવેદન આપ્યું તે તેની બેદરકારી છે

તાજેતર માં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર પાલીકાના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે તે કારણ આપી વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરવામાં આવી છે. તો જુલતા પુલ અંગે  મોરબી પાલીકાના સતાધીશોએ સતાનો દુરઉપયોગ કર્યો છે. અને કાયદાની કલમોનુ ઉલંઘન કર્યુ છે તેમજ ફરજમાં બેદરકારી દાખવી છે તે બાબત જગજાહેર છે તો મોરબી પાલીકા શા માટે સુપરસીડ ન થઈ શકે ? અને એક જ જીલ્લાની બે પાલીકા માટે શું અલગ અલગ નિયમો છે? તેવો સવાલ અહી ઊભો થયેલ છે અને આ દુર્ઘટના બાબતે માત્ર પાલીકાના સતાધીશો જ નહીં પરંતુ તમામ સભ્યો જવાબદાર છે કેમકે તેમણે પણ પાલીકાના સતાધીશોના સતાના દુરઉપયોગ સામે અવાજ ઉઠાવ્યો નથી કે પછી વિરોધ દર્શાવ્યો નથી






Latest News