મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાના અસરગ્રસ્તોને સુરતના ઉધોગપતિઑ પણ કરશે મદદ

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટ્યો તેના લીધે ૧૩૫ લોકોના મોત થયેલ છે અને ઘણાને ઇજા થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદ કરવા માટે જુદીજુદી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ દુર્ઘટનાના અસરગ્રસ્તોને મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આ દુર્ઘટનામાં નોંધારા બાળકોની તમામ જવાબદારી ઉપાડશે તેવી જાહેરાત કરી છે.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં ઘણાને તેની અસર થયેલ છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ તૈયારી દર્શાવી છે અને શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં નિરાધાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સહિતની રહેવા જમવા સહિતની તમામ પ્રકારની સવલતો પુરી પાડવાની જાહેરાત કરેલ છે અને બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેમના વાલી બનીને તમામ પ્રકારની જવાબદારી સંસથા ઉઠાવશે તેવું કહ્યું છે




Latest News