મોરબીમાં મચ્છુ માતાના મંદિર પાસે ઘવાયેલ બાળકીનું સારવારમાં મોત : બસ ચાલક સામે નોંધાયો ગુનો
માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ
SHARE
માળીયા (મી) ની ભીમસર ચોકડી પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનના મોત મામલે ફરિયાદ નોંધાઈ
માળીયા મીયાણા નેશનલ હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી પાસે આગળ જતા ટ્રક ટેલરના ઠાંઠામાં પોતાનો ટ્રક અથડાવવી દેતા ટ્રક ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જેથી હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ભાદલા ગામના રહેવાસી ગાયડસિંગ ગણપતસિંગ ભાટી જાતે રાજપૂત (૨૯) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક તેના ભાઈ મહેન્દ્રસિંગ ગણપતસિંહ ભાટી જાતે રાજપૂત (૨૬) રહે ભાદલા રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ ટ્રક નંબર આરજે ૭ જીઈ ૨૭૫૭ લઈને માળીયા નેશનલ હાઇવે ઉપર ભીમસર ચોકડી પાસે ઓવરબ્રિજ નજીકથી પસાર થતો હતો ત્યારે આગળ જતા ટ્રક ટ્રેલરના ઠાઠામાં તેનું વાહન અથડાયું હતું જેથી કરીને પગમાં અને શરીરે તેમજ બરડના ભાગે ગંભીરી ઇજા થઈ હતી અને તેને સારવારમાં ખસેડાયો હતો જોકે સારવાર દરમિયાન મહેન્દ્રસિંહ ગણપતસિંહ ભાટીનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને માળિયા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.