મોરબીના નવા જાંબુડીયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવની ધરપકડ
SHARE







મોરબીના નવા જાંબુડીયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવની ધરપકડ
મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે નવા જાંબુડીયા ગામે સીમ વિસ્તારમાં આવેલ રીધમ સીરામીકની પાસે રેડ કરી હતી જ્યાં અનાજ કરિયાણાની દુકાનના ઓટલા ઉપર બેસીને સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા નવ જુગારીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસે નવા જાંબુડીયા ગામે કરેલ રેડ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલ વિજયભાઇ રણછોડભાઇ કાસુન્દ્રા જાતે પટેલ (ઉ.વ.૪૫) ધંધો વેપાર , રહે.શિવ વાટીકા એપાર્ટમેન્ટ ઘુનડા રોડ મોરબી, નિરંજનકુમાર તિલક પ્રસાદ બીંદ જાતે બેલદાર (ઉ.વ.૩૪) ધંધો મજુરી રહે.પાવન પાર્ક-૪ મોરબી-૨ મુળ રહે. મહેમુદાબાદ તા.બીદ જી.નાલંદા ઉત્તરપ્રદેશ,.રાજેશકુમાર રાજનપ્રસાદ મિશ્રા જાતે બ્રાહ્મણ (ઉ.વ.૩૫)ધંધો મજુરી રહે.હાલ કોમેન્ટ સિરામીક લેબર કવાર્ટર મોરબી મુળ રહે. રારી તા.ખાગા જી.ફતેપુર ઉત્તરપ્રદેશ, રામજીભાઇ હરખાભાઇ ચાવડા જાતે કોળી (ઉ.વ.૩૫) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા.જી.મોરબી, નરેશભાઇ દેવશીભાઇ સારલા જાતે કોળી (ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા જી.મોરબી, જગદીશભાઇ ઇશ્વરભાઇ ખરા (ઉં.વ.૩૪) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા , તા.જી.મોરબી, અમિતભાઈ લલુભાઇ યાદવ જાતે યાદવ (ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા મોરબી મુળ રહે.માધવપુર તા.માધવગઢ જી.જાલોન ઉત્તરપ્રદેશ, ગૌતમભાઇ કિશોરભાઇ સિંગ જાતે.રાજપુત (ઉ.વ.૩૫) ધંધો મજુરી રહે.હાલ કોમેટ સિરામીકની ઓરડીમાં તા.જી.મોરબી મુળ રહે.ડોમબરમા , તા હાટા જી.કુશીનગર ઉત્તરપ્રદેશ અને રાજુભાઇ રામનારાયણ પરીહાર જાતે કોળી (ઉ.વ.૨૮) ધંધો ડ્રાઇવિંગ રહે.નવા જાંબુડીયા રીધમ સિરામીક સામે તા.જી.મોરબી મુળ રહે. બંગરા તા.જી. જાલોન ઉત્તરપ્રદેશ સ્ટ્રીટ લાઇટના અંજવાળ જાહેરમાં જુગાર રમતા મળી આવતા નવેયની રોકડા રૂા.૩૩,૭૦૦ સાથે ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
