વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની 3 બેઠક ઉપર સરેરાશ 69.77 ટકા મતદાનઃ 0.07 ટકા મતદાન ઘટ્યુ


SHARE









મોરબી જિલ્લાની 3 બેઠક ઉપર સરેરાશ 69.77 ટકા મતદાનઃ 0.07 ટકા મતદાન ઘટ્યુ

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો માટે ગઈકાલે સવારના આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને સાંજના પાંચ વાગ્યા સુધી 906 મતદાન મથકો ઉપર મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક ઉપર સરેરાશ 69.77 ટકા મતદાન થયુ છે જો કે, ગત ચુંટણીની સરખામણીએ 0.07 ટકા મતદાન ઘટ્યુ હોવાનું સામે આવી રહ્યુ છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હોવાના કારણે મોરબી જિલ્લાની તમામ બેઠકો ઉપર વધુ મતદાન થયું હતું જોકે આ વખતે પાટીદાર અનામત આંદોલન કે અન્ય કોઈ પણ ઇફેક્ટ ન હોવા છતાં પણ ગત ચુંટણીની લગોલગ જેટલું મતદાન થયું હોવાથી આ મતદાન કોને ફડશે અને કોને નડશે તેના ઉપર સૌની નજર મંડાયેલ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યાર પહેલા જ ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતને હચમચાવી રાખે તેવી દુર્ઘટના એટલે કે ઝુલતાપુલ તૂટી પડવાની દુર્ઘટના મોરબીમાં 30-10-2022 ના રોજ બની હતી અને આ દુર્ઘટનામાં કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા જેથી કરીને જુલતાપુલ તૂટી પડવાની ઘટનામાં બેદરકાર અધિકારી કે બેદરકાર એજન્સીના મુખ્ય સંચાલક સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આટલું જ નહીં પરંતુ હાઇકોર્ટમાં કરવામાં આવેલ સુઓમોટોમાં પણ હાઇકોર્ટ ગંભીરતાથી આ ઘટનાને લઈ રહી છે અને પાલિકાને શા માટે સુપર સીડ કરવામાં આવી નથી તે સહિતના અનેક સવાલો હાઇકોર્ટે કર્યા છે ત્યારે આ ચૂંટણીમાં ઝુલતા પુલ તૂટી પડવાનો મુદ્દો મુખ્ય બની ગયો હતો અને વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈને જ તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જ્યારે સામા પક્ષે ભાજપ દ્વારા પોતાના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસ કામોને લઈને લોકો સુધી પહોંચીને વધુમાં વધુ મતદાન તેઓના તરફે થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ગઈકાલે જ્યારે સવારના આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ અને સાંજના પાંચ વાગ્યે મતદાન પૂરું થયું ત્યાં સુધીમાં સમગ્ર જિલ્લાની અંદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલી હતી જોકે આ વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લે યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે.

મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ચાલુ વર્ષે 67.16ટકા જેટલુ મતદાન નોંધાયુ છે જો કે, ગત ચુંટણીમાં 71.24 ટકા મતદાન હતુ તેવી જ રીતે  ટંકારા પડધરી બેઠકમાં ચાલુ વર્ષે 71.18 ટકા મતદાન થયેલ છે અને ગત ચુંટણીમાં 74.12 ટકા મતદાન હતુ તો વાંકાનેર કુવાડવા બેઠકમાં ચાલુ વર્ષે 71.19 ટકા મતદાન છે અને, ગત ચુંટણીમાં 74.38 ટકા મતદાન હતુ વધુમાં ચૂંટણી અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં કેટલાક બૂથમાં પાંચ વાગ્યા પહેલા જે મતદારો આવ્યા હતા તેનું મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ હતુ અને અને સરેરાશ આ વખતે જે મતદાન થયુ છે તે 69.77 ટકા છે અને ગત ચુંટણીમાં 69.84 ટકા મતદાન નોંધાયું હતુ.




Latest News