મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ


SHARE









મોરબીની જલારામ સોસાયટી પાસેથી દારૂની આઠ બોટલ ઝડપાઇ, બે બુટલેગરની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી પાસેથી બે શખ્સો ઉભ હતા ત્યારે પોલીસ તેની પાસે જતાં તે શખ્સો તેના હાથમાં રહેલ થેલિને ત્યાં છોડીને ભાગી ગયા હતા જેથી કરીને પોલીસે તે થેલીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપીઓ પોલીસને ચકમો આપીને ત્યાંથી નાસી ગયા હોય હાલમાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી બે શખ્સો ઊભા હતા ત્યારે રાઉન્ડમાં નીકળેલ પોલીસ જવાનો તેની તરફ આગળ વધતાં આ શખ્સો તેની પાસે રહેલ થેલીને ત્યાં ફેંકીને જતાં રહ્યા હતા જેથી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તે થેલીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે થેલીમાંથી દારૂની આઠ બોટલ મળી આવી હોય પોલીસે ૨૭૨૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસને ચકમો આપીને મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઇ ઉર્ફે બાબુભાઈ સુમરા જાતે સંધિ રહે. નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ મોરબી અને સાગર કાંતિભાઈ પલાણ જાતે લોહાણા રહે. નવલખી રોડ જલારામ સોસાયટી વાળા નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરે છે

હાર્ટ એટેકથી મોત

મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા (૫૮) ગઇકાલે તેની વાડીએ હતા ત્યારે તેને વાડીએ જ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેને મૃત હાલતમાં તેનો દીકરો મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News