ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હથિયારબંધી-લોકોને ભેગા થવા પર પ્રતિબંધનું જાહેરનામુ


SHARE

















મોરબી જિલ્લામાં હથિયારબંધી-લોકોને ભેગા થવા પર પ્રતિબંધનું જાહેરનામુ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તા.૩૦/૯/૨૦૨૧ સુધી હથિયાર બંધી ફરમાવેલ છે.

જે અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા ઉપર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૯/૨૦૨૧ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે (ગેરકાયદેસર રીતે) ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા ઉપર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવેલી હોય તેવી વ્યકિત-સંસ્થા, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે.

“અનુબંધમ” વેબ-પોર્ટલ ઉપલબ્ધ

ગત તા. ૬/૮ ના રોજ “રોજગાર દિવસ” ના કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રોજગાર વિનિમય કચેરીઓની સેવાઓ માટે “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને રોજગારલક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ થયેલ છે. ઉમેદવારો સદર વેબ સાઇટ/પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને  રોજગારીની માહિતી, ભરતી મેળામાં ઉપસ્થિતિ,  ઈન્ટર્વ્યુ શીડ્યુલ, મેચ મેકીંગ વગેરે  સેવાઓ મેળવી શક્શે. તેમજ નોકરીદાતાઓ/ઔદ્યોગિક એકમો/પેઢીઓ વગેરે જરૂરી એવો મેન-પાવર મેળવી શક્શે. વેબ સાઇટ પર રસ્ટ્રેશન કરવા માટે તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને એક્મો/પેઢીઓ/સરકારી-અર્ધસરકારી કચેરીઓ/સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ/ગ્રાંટ ઇન એઇડ સંસ્થાઓ/શૈક્ષણિક સંસ્થાઓ, નોકરીદાતાઓએ રોજગાર વિનિમય કચેરી,મોરબી ખાતે ઉપસ્થિત રહેવાથી વિના મૂલ્યે રજીસ્ટ્રેશન થઇ શક્શે.  વઘુ વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૩૯૦૩૯૦ અથવા ફોન નં. ૦૨૮૨૨  ૨૪૦૪૧૯ નો સંપર્ક સાધવા રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

સંકલન સમિતિની બેઠક

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના જે અધિકારીશ્રેને લગત પ્રશ્નો સંકલનમાં લેવા રજુ થાય તે જ અધિકારીશ્રીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.




Latest News