હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળિયા(મી) નજીક દેવસોલ્ટ ફેકટરીમાં ક્લોરીન લીકેજની મોકડ્રીલ યોજાઇ


SHARE

















માળિયા(મી) નજીક દેવસોલ્ટ ફેકટરીમાં ક્લોરીન લીકેજની મોકડ્રીલ યોજાઇ

મોરબી જિલ્લાના માળિયા (મિં) તાલુકાના દેવ સોલ્ટ મીઠાની ફેકટરીમાં અગમ્ય કારણોસર ક્લોરીન વાયુ લીકેજ થતા શ્રમિકને ગભરામણ થતા ફેકટરીમાં સાયરન વગાડતા તુરંત જ ફેકટરીના હેલ્થ સેફટી ડીપાર્ટમેન્ટ દ્રારા પોતાની એમ્બ્યુલસ દ્રારા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. કલોરીન વાયુ ફેલાતો અટકે તે માટે તુરંત જ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં હતા. અન્ય  મજુરોને બનાવની જગ્યાથી તાત્કાલીક દુર કરવામાં આવ્યા હતા. આમ છતા ક્લોરીન વાયુ લીકેજ બંધ ન થતા સેફ્ટી ડીપાર્ટમેન્ટ દ્વારા કલેકટરશ્રી તેમજ સ્ટેટ કન્ટ્રોલ રૂમને જાણ કરાતા એન. ડી. આર. એફ.ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

એન.ડી.આર.એફ.ની ટીમ પહોચ્યા બાદ તુરંત જ  ટીમની જુદી જુદી ટીમો દ્રારા તાત્કાલીક ક્લોરીન વાયુ ક્યાંથી લીકેજ થયો છે તેની તપાસમાં લાગી ગઇ હતી. આથી ક્લોરીન વાયુ ક્યાં લીકેજ  છે તે શોધ્યા બાદ ટીમના અન્ય સભ્યો દ્રારા લીકેજ બંધ કરવામાં લાગી ગયા હતા. તેમજ અન્ય શ્રમિકો  કે જેઓ  ક્લોરીન અસરથી બેભાન થયા હતા તેઓને પ્રાથમીક સારવાર બાદ ૧૦૮ની ટીમે હોસ્પીટલે ખસેડ્યા હતા. એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ક્લોરીન વાયુ લીકેજ બંધ કર્યા બાદ ગુજરાત ગેસ કંપનીની ટીમ દ્વારા ગેસ લાઇન લીકેજ થયેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં  આવી હતી. આમ કાર્યક્રમના  અંતે મેનેજમેન્ટ દ્રારા આ એક મોકડ્રીલ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમને અંતે એન.ડી.આર.એફ.ની ટીમના ડેપ્યુટી કમાન્ડર વિજય કુમાર દ્રારા એન.ડી.આર.એફ. કેવી પરિસ્થિતીમાં કેવી રીતે કામ કરે છે તેની દેવ સોલ્ટના શ્રમિકો તેમજ મેનેજમેન્ટ સ્ટાફને માહીતગાર કર્યા હતા. આ કાર્મક્રમમાં માળિયા(મિં)ના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએન.ડી.આર.એફ.ના ડેપ્યુટી કમાન્ડર રણ વિજયકુમાર અને તેમની ટીમ સાથે ગુજરાત ગેસ કંપનીની ટીમમાળિયા(મિં)ના મામલદાર ડી.સી.પરમારમાળિયા(મિં)ના પોલીસ સબ ઇન્સ્પેકટર નરેન્દ્રસીંહ ચુડાસમા૧૦૮ની ટીમ તેમજ દેવ સોલ્ટના ડાયરેકટર વિવેક સોમાણી તેમજ દેવ સોલ્ટના શ્રમિકો તેમજ કંપની સ્ટાફ આ મોકડ્રીલમાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News