હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડીના પાટીયા પાસેથી ૧૦૨૦ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે એક રાજસ્થાની પકડાયો


SHARE

















મોરબીના ટીંબડીના પાટીયા પાસેથી ૧૦૨૦ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે એક રાજસ્થાની પકડાયો

મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ટીંબડીના પાટીયાથી આગળના ભાગ એક અશોક લેલન નાની માલવાહક ગાડી જતી હતી જેમાં પ્લાસ્ટીકની કોથળીઓમાં ભૂસું ભરેલ હતું આ ગાડીને રોકીને એલસીબીની ટીમે વાહનને ચેક કરતાં ભુસાની આડમાં દારૂની બોટલો છુપાવીને તેની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સ અમે આવ્યું હતું અને ગાડીમાથી પોલીસે ૧૦૨૦ બોટલ દારૂ કબ્જે કરીને હાલમાં ૩,૮૨,૫૦૦ નો દારૂ અને મોબાઈલ તેમજ વાહન મળીને ૫,૩૭,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને હાલમાં એક રાજસ્થાનીની ધરપકડ કરેલ છે

ગઇકાલે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા તથા સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી ટીંબડી પાટીયા બાજુ એક દુધીયા કલરની અશોક લેલન કંપનીની દોસ્ત નાની માલવાહક ગાડી નંબર જીજે ૧૮ એવિ ૬૨૨૩ આવી રહી છે જેમાં ભુસુ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓની નીચે અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી કરીને ટીંબડી પાટીયાથી આગળ આવેલ રામ કોમ્પલેક્ષ, ન્યુ પરમેશ્વર વે બ્રિજ પાસે રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળું વાહન ત્યથી નીકળતા રેઇડ કરતા અશોક લેલન દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ ૧૦૨૦ બોટલો જેની કિંમત ૩,૮૨,૫૦૦ તથા ૧ મોબાઇલ ફોન અને ૧,૫૦,૦૦૦ ની ગાડી આમ કુલ મળીને ૫,૩૭,૫૦૦ / ના મુદામાલ સાથે પોલીસે હાલમાં વિકાસ રીડમલરામ ગોદર બિશ્નોઇ (ઉ.૨૦) રહે. ચિતલવાના, સાદુલો કી ઢાણી, ચિતલવાના જિ.ઝાલોર (રાજસ્થાનગર) વાળાની ધરપકડ કરેલ છે અને માલ મોકલાવનાર તેમજ મંગાવનાર સહિત જે શખ્સો સંડોવાયેલા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાથી પીએસઆઈ એન.બી.ડાભી,  દિલીપભાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, ચંદુભાઇ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, ચન્દ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ જાડેજાએ કરી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News