મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE







હળવદના નવા દેવડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

હળવદ તાલુકાના નવા દેવડીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી મૂળ છોટાઉદેપુરની રહેવાસી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં જામભા મેઘુભા પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સરસ્વતીબેન અર્જુનભાઈ ભીલ (ઉંમર ૪૨) વાડીએ હતા ત્યારે તેઓએ ખળમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવની અર્જુનભાઈ ભીલ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બીમારી સબબ મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટી ચંદ્રપુર હોન્ડાના શોરૂમની પાછળના ભાગમાં રહેતા શક્તિસિંહ હરેન્દ્રસિંહ જાડેજા (ઉંમર ૫૧) ને શ્વાસ, હૃદય અને ડાયાબિટીસની બીમારી હોય તેઓને વાંકાનેરથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી બીમારી સબબ તેઓનું મૃત્યુ થયેલ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News