વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે અકળ કારણોસર ઝેરી દવા પી જતા સગીરાનું મોત


SHARE









મોરબીના ગાળા ગામે અકળ કારણોસર ઝેરી દવા પી જતા સગીરાનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા ખેત મજુર પરિવારની સગીરવયની યુવતી કોઈ કારણોસર વહેલી સવારે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામની સીમમા દેવજીભાઈ પટેલની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની સાહિદાબેન હરેશભાઈ માનકરભાઈ પસાયા જાતે ભીલ નામની ૧૫ વર્ષની સગીરા વાડીએ કોઈ કારણોસર આજે વહેલી સવારે ચારેક વાગ્યા પહેલાના કોઈપણ સમય દરમિયાન ઝેરી દવા પી ગઈ હતી જેથી તેણીને બેભાન હાલતમાં અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન સાહિદાબેન હરેશભાઈ પસાયા નામની ૧૫ વર્ષની આદીવાસી સગીરાનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને પીએમમાં ખસેડીને પોલીસને જાણ કરાતા હાલમાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરા દ્વારા કયા કારણોસર સાહીદાબેને અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના ઓટાળા ગામે બંગાવડી નજીક વાળી વિસ્તારમાં ઝેરી દવા પી જતા ગટુભાઈ ઝવેરીયાભાઇ પરમાર જાતે આદિવાસી નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ માટે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.જ્યારે મોરબીના જેલચોક વિસ્તારની સામે રહેતો રાહુલ ગોરધનભાઇ સોલંકી નામનો ૩૦ વર્ષનો યુવાન તેના રહેણાંક વિસ્તારમાં હતો ત્યારે ત્યાં તેના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામતા તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે રહેતા રાજેશભાઈ જગદીશભાઈ અઘારા નામના ૩૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા મોરબીની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે ભરતનગર પાછળ સાદુકાકા ગામ તરફ જવાના રસ્તેથી રાજેશભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતે તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા ઇજા પામેલ રાજેશભાઈ અઘારાને સારવાર માટે મોરબી લવાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે




Latest News