મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી 


SHARE









મોરબીના અમરાપર ગામની વિદ્યાર્થિનીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી 

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે અને તે પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થાય છે તેને જ ધો. ૬ માં પ્રવેશ આપવામાં આવે છે ત્યારે તાજેતરમાં આવેલ પ્રવેશ પરીક્ષામાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પાસ થયેલ છે જેથી તે દીકરીએ પરિવાર, ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે

મોરબી તાલુકાનાં અમરાપર (ના.) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ડાંગર જીનલ નિલેશભાઈએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપી હતી અને તેમાં તે પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, જવાહર નવોદયની કપરી પરીક્ષા પાસ કરીને આ દીકરીએ તેના માતા-પિતા, ગામ અને અમરાપર (ના.) પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે જેથી કરીને શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષક મિયાત્રા પરેશભાઈ સહિતના સ્ટાફે તેને અભિનંદન આપેલ છે આ વિદ્યાર્થીનીને હવે કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ હોસ્ટેલની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે




Latest News