મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત


SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચક્કર આવતા યુવાન પડી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો વર્લ્ડ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મહારાજ પાતીરામ આદિવાસી (૩૪) નામનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તેને ત્યાં કામ કરતા ગોપાલભાઈ માનસિંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે મહારાજ આદિવાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News