ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE







મોરબીમાંથી સગીરનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને પકડીને હાલમાં જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કારખાના નજીક રહીને મજૂરી કરતાં પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સુરેન્દ્રનગરના થાનગઢ પાસે આવેલ ઉંડવી ગામનો પ્રવીણ રાણાભાઇ સોલંકી નામનો શખ્સ ગત તા. ૧૪-૧૨ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં અપહરણ કરીને લઈ ગયો હતો અને તે સગીરાના ભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રવીણ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે અપહરણ અને દુષ્કર્મ, પોકસોની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા તેમજ આરોપીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી પ્રવીણ રાણાભાઇ સોલંકી (૨૬) રહે. હાલ ઇન્દિરાનગર પાસે મૂળ સુરેન્દ્રનગરના થાનગઢ પાસે આવેલ ઉંડવી ગામના રહેવાસીની ધરપકડ કરેલ હતી અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે

મારામારીમાં ઈજા
મોરબીના શાક માર્કેટ પાછળના વિસ્તારના રહેતા આરીફ અબ્દુલભાઈ ચિચોદરા જાતે ઘાંચી નામના ૨૭ વર્ષના યુવાનને મોરબીના શાક માર્કેટ પાસે આવેલ સિપાઈ વાસ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વાંકાનેર દરવાજા પાસે નાની બજારમાં રહેતો મોહસીન બ્લોચ નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક આડુ અચાનક કૂતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત મોહસીનને સારવારમાં લઈ જવાયો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલ ગોપાલ વાલજીભાઈ ખટોલા નામના યુવાનને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા રેવીબેન મનુભાઈ પીપળીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને કોઈ અજાણ્યા ઈસમે માર મારતા ઇજાઓ થતા તેમને સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.

બીમારી સબબ મોત
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે વૃંદાવન પાર્કમાં આવેલા એકતા પેલેસમાં રહેતા નરેશકુમાર ગંગાદીન બાટી નામના ૫૪ વર્ષીય આધેડને તેમના ઘરેથી કોઈ બીમારી સબબ બેભાન હાલતમાં સિવિલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News