મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

શું આપને ખબર છે “તીખા ગાંઠિયા” કેવી રીતે બને ?


SHARE













શું આપને ખબર છે “તીખા ગાંઠિયા” કેવી રીતે બને ?


ગુજરાટી લોકોને નાસ્તામાં બીજું કશું જ મળે કે ન મળે પરંતુ જો ગાંઠિયા મળી જાય તો મોજે મોજ થઈ જાય છે કેમ કે, ફરસાણ તો ઘણા બધા આવે છે પરંતુ તેમાં ગાંઠિયા ખાવાની જે મજા છે તે બીજામાં હોતી નથી તે હક્કિત છે તમે ઘણી જ્ગ્યાએ તીખા ગાઠીયા ખાધા હશે પરંતુ શું તમે જાણો છો કે આ તીખા ગાંઠિયા કેવી રીતે બનાવવામાં આવે છે જો ન જાણતા હોય તો સ્વાદમા તીખા અને કડક તેલમા તળેલા તીખા ગાંઠિયા કેવી રીતે બને છે તે આજે આપને અહી જાણવા મળશે


જો આપને ચાર વ્યક્તિને થાય તેટલા ગાંઠિયા બનાવવા હોય તો દોઢ વાટકી ચણાનો લોટ, એક ચમચી અજમા, એક નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ ચટણી, એક નાની ચમચી, તીખાની ભુક્કી, ચપટી એક બેકિંગ સોડા, નિમક સ્વાદ અનુસાર, લોટ માટે બે ચમચી તેલ અને તળવા માટે જરુરીયાત મુજબ નુ તેલ અને બે વાટકા પાણી લેવાનું છે પછી એક તપેલીમા ચણાનો લોટ લેવો. તેમા ચટણી, હળદર, અજમા, તીખાની ભુક્કી, સોડા (સોડાબાય કાર્બોનેટ), તેલ અને નિમક નાખવુ  છે ત્યારબાદ તે બધી વસ્તુને સારી રીતે ભેળવી લેવાની છે અને તેમા બે વાટકા પાણી નાખીને મુલાયમ લોટ બાંધી લેવાનો છે અને પછી પાછું બે ચમચી તેલ નાખીને લોટને ટીપી લેવાનો છે પછી હાથથી ચાલે તેવુ સેવ પાડવાનુ મશીન લઈ લેવાની અને ઘરે જ ગાંઠિયા બનાવવાના છે અને કડાઇમાં સમાય તેટગાઠીયા પાળી પાંચથી છ મિનિટ સુધી તેલમા રહેવા દેવાના છે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ જોઇએ. ત્યાર બાદ બહાર કાઢીને દસ મિનિટ ઠંડા થવા માટે રાખવાના છે પછી તમારા તીખા ગાંઠિયા તૈયાર થઈ ગયા હતા જેને તમે ચા કે ચટણીની સાથે ખાય શકો છો. અને સૌથી મહત્વની વાતએ છે કે, “બાળકોને શાળાના નાસ્તા બોક્સમાં લઈ જવા માટેનો આ બેસ્ટ ઘરે બનાવેલો નાસ્તો છે જો ઘરનો નાસ્તો ટેસ્ટી હશે તો બાળક બહારના પડીકમાં પેક વેચતા નાસ્તાને લેવાનું ટળશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી








Latest News