મોરબી રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેંડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજાશે
Morbi Today
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ
SHARE









મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગઇકાલે વિદ્યાર્થીઓને ફાયર સેફટી માટે માહિતી અને પ્રાયોગિક કાર્ય કરાવાયું હતું જેમાં ધો.૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થી જોડાયા હતા અને આ કાર્યક્ર્મમાં કેટલા પ્રકારની આગ, કેટલા પ્રકારની ફાયર બોટલ, ફાયરના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, શોર્ટ ટ્રિક, સાધનો પકડવાની રીત વિગેરે માહિતી આપી હતી અને આ તકે વિદ્યાર્થીઓએ જાતે જ પ્રયોગ પણ કરેલ હતો બાદમાં પ્રશ્નોત્તરીનું સમાધાન પણ રાખવામા આવ્યું હતું
