દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આવ્યું માઠું પરિણામ


SHARE









મોરબીના વાવડી રોડે જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ આવ્યું માઠું પરિણામ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા બારોટ યુવાનને તેના પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને યુવાને બંને મોબાઈલ લઈને પત્નીને નીચેના માળે બહારથી આગળીયો મારી પુરી દઇને ઉપરના માળે જઈને સ્વેટર વડે ફાંસો ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા આકાશ હસમુખભાઈ આંજાણકા જાતે બારોટ નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘેર સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને બનાવ સંદર્ભે બાદમાં વહેલી સવારે જાણ થતા પોલીસે સ્થળ ઉપર જઈને આગળની તજવીજ હાથ ધરી હતી.જેમાં ખુલ્યું હતું કે મૃતક આકાશભાઈને તેમના પત્ની મનીષાબેનની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી ગુસ્સામાં આવીને આકાશભાઈ બારોટે તેમનો તથા તેમની પત્નીનો મોબાઇલ લઈ લઇને તેમની પત્નિ તથા તેમના સંતાનને નીચેના માળે રૂમમાં બંધ કરી બહારથી આગળીયો મારી તેઓ ઉપરના માળે ગયા હતા અને ત્યાં સ્વેટર વડે ગળેફાંસો ખાઈ લેતા તેઓનું મોત નીપજ્યું હતું હાલ બનાવની નોંધ તથા એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે.

પાવળીયારી પાસે ફાંસો ખાઈ જતા પરણીતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી નજીક આવેલ ટોરેસ સિરામિકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતી રવિનાબેન આકાશભાઈ મોરે નામની ૨૦ વર્ષીય પરિણીતાએ તેના ક્વાટરમાં સળીયા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધો હતો જોકે તેના પતિનું ધ્યાન જતા પતિ અશોક કુદરાભાઈ મોરેએ તેણીને સારવાર માટે શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડયા હતા અને હાલ પરણીતા રવિનાબેન બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે તેણીનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું અને સંતાન ન હોવાનું હાલ પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા જણાવવામાં આવ્યું છે. પરિણિતાનો લગ્નગાળો એક જ વર્ષનો હોય હાલ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા તપાસ ચલાવી રહ્યા છે.જોકે હાલ પરિણિતા બેભાન હાલતમાં હોય તેણીના ભાનમાં આવ્યા બાદ જ બનાવના કારણ અંગે આગળની તપાસ કરાશે તેમ મળેલ છે.




Latest News