મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત
Breaking news
Morbi Today

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ખેડૂતના આપઘાત પછી તેના પરિવારે ઇચ્છા મૃત્યુની માંગ કરતાં તાબડતોબ ગુનો નોંધાયો


SHARE













વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ખેડૂતના આપઘાત પછી તેના પરિવારે ઇચ્છા મૃત્યુની માંગ કરતાં તાબડતોબ ગુનો નોંધાયો

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમાર જાતે દલવાડી (૫૬)એ થોડા દિવસો પહેલા તેના ઘર પાસેથી પસાર ટ્રેક્ટર ટ્રૉલી આડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો અને ત્યાર બાદ તેના ખિસ્સામાંથી વ્યાજખોરના નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી જેથી કરીને મૃતકના પરિવારજનોએ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધવા માટે પોલીસને રજૂઆતો કરી હતો જો કે ફરિયાદ લેવામાં આવતી ન હતી જેથી કરીને મૃતકના પત્ની સહિત આઠ પરિવારજનોએ રાજયપાલને અરજી કરીને ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી હતી જેથી કરીને રાતોરાત આ ઘટનામાં ગુનો નોંધાઈ ગયેલ છે

હળવદ તાલુકાનાં નવા માલણીયા ગામે રહેતા ગૌપાલભાઈ જયંતિભાઈ પરમારે રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી અને તેમાં જણાવ્યુ હતું કે, તેના પિતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને વ્યાજે રૂપિયા લીધા બાદ તે દેણામાં આવી ગયા હતા અને લેણદારોની ધમકી અને દબાણમાં આવીને તેઓએ તા. ૨૧/૧૨/૨૦૨૨ ના રોજ આત્મ હત્યા કરી હતી અને તેઓએ મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં તમામ માફિયાઓના નામે લખેલ છે જે તેને ધમકી આપતા હતા અને મારી નાખવાનું કહેતા હતા જેથી કંટાળીને તેને આત્મ હત્યા કરી લીધી હતી વધુમાં યુવાને જણાવ્યુ છે કે, તેના પિતાએ દેણું ભરવા માટે ખેતર, મકાન તથા સોનું વેચી નાખેલ હતું તો પણ તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી અને હવે તેઓનું દેવું ચૂકવવા અમારી પાસે કોઈ મિલકત બાકી રહી નથી. અને અમારા પિતાને પણ ગુમાવી દીધેલ છે

આ ઘટના બની ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને અરજદારના પિતાને મારવા માટે મજબૂર કરનારા હત્યારાઓ અને માથાભારે ઇસમો સામે ફરિયાદ કરવા ગયેલ તો પણ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર લેવામાં આવી ન હતી અને અનેક વાર રજૂઆત કરવા છતાં ફરિયાદ લેવામાં આવતી નથી અને સરખો જવાબ પણ આપતા નથી જેથી કરીને આત્મ હત્યા કરી લેનારા જયંતિભાઈના પત્ની લીલાબેન જયંતિભાઈ પરમાર, દીકરા ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર અને હિતેશભાઇ જયંતિભાઈ પરમાર, પૌત્ર પ્રશાંત ગોપાલભાઈ પરમાર, યશ ગોપાલભાઈ અને જૈનિષ હિતેશભાઈ પરમાર તેમજ પુત્રવધૂ અશમિતાબેન ગોપાલભાઈ પરમાર અને શરોજબેન હિતેશભાઇ પરમારે એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળે આત્મ વિલોપન (ઈચ્છા-મૃત્યુ) કરવાનું નક્કી કરેલ છે અને રાજ્યપાલને લેખિત રજૂઆત કરીને ઇચ્છા-મૃત્યુ કરવા માટેની મંજૂરી માંગી હતી ત્યાર બાદ પોલીસ તાત્કાલિક એકશનમાં આવી હતી અને હાલમાં ગુનો નોંધાયેલ છે

હળવદ પોલીસે મૃતકના દીકરા ગોપાલભાઇ જયંતિભાઇ પરમાર જાતે દલવાડી (૩૩)ની ફરિયાદ લઈને હાલમાં લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા રજપુત (ક્રોસ રોડ), ડો. પી.પી. માલણિયાદ, અશ્વિન રબારી ધાંગધ્રા, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ લોટવાળા (નીકોલ, અમદાવાદ) અને મહિપતસિંહ મૂળી વાળા જેના પુરા નામ સરનામા ફરિયાદીને આવડતા નથી તેની સામે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૬૫૦૬ (૨) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે વ્યાજખોરોની સામે ગુનો નોંધવામાં આવેલ છે તે તમામના નામ મૃતકનું સ્યૂસાઇટ નોટમાં લખેલા હતા તેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગની કાર્યવાહી કરેલ છે




Latest News