હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગની દોરીથી ૧૨૫ થી વધુ પક્ષી ઘાયલ: ૧૦ પક્ષીના મોત


SHARE





મોરબીમાં પતંગની દોરીથી ૧૨૫ થી વધુ પક્ષી ઘાયલ: ૧૦ પક્ષીના મોત

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ૧૨૫ થી વધુ પક્ષી ઘાયલ હોવાના કોલ મળ્યા હતા જેથી તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે પૈકીના ૧૦ પક્ષીઓને વધુ ઇજા થયેલ હોવાથી સારવારમાં તેના મોત નીપજ્યા હતા અને બાકીના પક્ષીઓને સારવાર આપીને સાજા કરવામાં આવ્યા હતા

મોરબીમાં  કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા અને અંદાજીત ૧૨૫ થી વધુ ઘાયલ પક્ષીઓના કોલ બંને સંસ્થાને આવ્યા હતા અને તાત્કાલિક બચાવ ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, ૧૦ નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેને મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા અને સરકાર વતી જવાબદાર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને આવી જ રીતે સરકારી તંત્ર અને સંસ્થાને મોરબીના લોકો તરફથી સહકાર આપવામાં આવે તો અબોલ જીવની વધુ સારી રીતે સેવા કરી શકાય તેમ છે




Latest News