હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત
Breaking news
Morbi Today

ગૌસેવા કરતાં ભમાશાઓને સલામ: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું ૬૧ લાખથી વધુનું દાન


SHARE





ગૌસેવા કરતાં ભમાશાઓને સલામ: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું ૬૧ લાખથી વધુનું દાન

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવી રહ્યું છે તો પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડે છે તેવી જ રીતે પાંજરાપોળમાં ગૌસેવા માટે મોરબીના દાતાઓ વરસી ગયા હતા જેથી કરીને ૬૧ લાખથી વધુનું દાન આવ્યું છે

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે

આજની તારીખે ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ મોરબી પાંજરાપોળમાં કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં સ્ટોલ ઊભા કરીને દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને મોરબીના સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૬૧ લાખથી વધુ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે અને ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે




Latest News